સમગ્ર દેશમાં મહારાષ્ટ્રના ભૂગર્ભ જળમાં સીસાનું સૌથી વધુ પ્રમાણ


- સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રીપોર્ટ મુજબ રાજ્યના ૧૯ જિલ્લાના ભૂગર્ભ જળમાં આ હાનિકારક ઘાતનું પ્રમાણ અધિક

મુંબઇ તા. 14 જુલાઈ 2019, રવિવાર

સમગ્ર ભારતમાં મહારાષ્ટ્રના ભૂગર્ભજળમાં સીસું નામની ધાતુનું પ્રમાણ સૌથી વદુ છે. રાજ્યના ૩૮ જિલ્લા પૈકી ૧૯ના પાણી સેમ્પલોમાં સીસાનું પ્રમાણ સલામત મર્યાદાથી પણ અધિક હોવાનું જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબલ્યુબી)એ જણાવ્યું હતું.

એક લીટર (એમજી/૧) ભૂગર્ભ જળમાં સીસાના ૦.૦૧ મીલિગ્રામ પ્રમાણને હાનિકારક ગણાવામાં આવે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાનિકારક કચરા પરની અયોગ્ય ટ્રીટમેન્ટ  (હાનિકારકતા ઓછી કરવા માટેની પ્રક્રિયા) તથા ઔદ્યોગિક પ્રદૂષણને કારણે ભૂગર્ભ જળમાં મોટા પ્રમાણમાં સીસુ ભળે તેની આરોગ્ય પર ગંભીર અસર થઇ શકે છે. અને આવી અસરો વિશેષ કરીને ગ્રામ્યવિસ્તારોમાં થવાની શક્યતા વધુ છે કેમ કે ત્યાં પીવાના પાણીનો પ્રાથમિક સ્રોત ભૂગર્ભજળ છે.

કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે તાજેતરમાં ભૂગર્ભજળમાં રાસાયણિક ભેળસેળ વિશેનો એક અહેવાલ રાજ્ય સભામાં રજૂ કર્યો હતો તેમાં આ માહિતી જણાવાઇ હતી. આ રીપોર્ટમાં જણાવાયા મુજબ ભૂગર્ભજળમાં વધુ પ્રમાણમાં સીસું જોવા મળ્યું હોય તેવાં રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉપરાંત હરિયાણા (૧૭ જિલ્લા) મધ્યપ્રદેશ (૧૬ જિલ્લા) અને ઉત્તર પ્રદેશ  (૧૦ જિલ્લા)નો સમાવેશ થાય છે. 

જોકે, મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)એ જણાવ્યું હતું કે અમારા અભ્યાસ મુજબ સીસાના પ્રદૂષણ માટે ઉદ્યોગો જવાબદાર નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y5pgLs
via Latest Gujarati News

Post a Comment

0 Comments