નવી દિલ્હી, તા.14 જુલાઈ 2019, રવિવાર
ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નવજોત સિધ્ધુએ પંજાબ સરકારના મંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ છે. સિધ્ધુએ જ ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.
તેની સાથે સાથે તેમણે એ પત્ર પણ પોસ્ટ કર્યો હતો જે તેમણે પાર્ટીના અધ્યક્ષને સંબોધીને લખ્યો હતો. સિધ્ધુના કહેવા પ્રમાણે તેમણે 10 જુને જ રાજીનામુ આપી દીધુ હતુ.
સિધ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે કેટલાય વખતથી વિખવાદ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના સમયથી બંને ચર્ચામાં રહ્યા છે. સિધ્ધુએ લોકસભામાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે મને ટાર્ગેટ બનાવાઈ રહ્યો હોવાનો આરોપ મુક્યો હતો.
બીજી તરફ કેપ્ટન અમરિન્દરસિંહે સિધ્ધુ પાસેથી પર્યટન સંસ્કૃતિ મંત્રાલય લઈને રિન્યુએબલ એનર્જી મંત્રાલય સોંપી દીધુ હતુ. એ પછી સિધ્ધુ નારાજ હતા. સિધ્ધુની પત્નીએ પણ લોકસભામાં ટિકિટ નહી મળવા બાદ નારાજગી વ્યકત કરી હતી.
કેપ્ટન અમરિન્દરે એ પછી સિધ્ધુને મહત્વકાંક્ષી ગણાવીને કહ્યુ હતુ કે, કદાચ સિધ્ધુની ઈચ્છા સીએમ બનવાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LR1MTz
via Latest Gujarati News
0 Comments