ચંદ્રયાનનુ સુકાન પણ એક મહિલાના હાથમાં, જાણો કોણ છે રિતુ શ્રીવાસ્તવ

નવી દિલ્હી, તા.14 જુલાઈ 2019, રવિવાર

ઈસરોનુ ચંદ્રયાન લોન્ચ  કરવા માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે. દેશ માટે ચંદ્રયાનનુ લોન્ચિંગ ગૌરવ રુપ બાબત હશે અને વિશેષ કરીને ભારતની મહિલાઓ માટે પણ. કારણકે ચંદ્રયાન મિશનનુ સુકાન પણ એક મહિલાના હાથમાં છે.

આજે ચંદ્રયાનનુ લોન્ચિંગ રિતુ શ્રીવાસ્તવના સુપરવિઝનમાં થશે. તેઓ લખનૌના રહેવાસી છે. રિતુનું કહેવુ છે કે, આકાશના તારાઓ મને હંમેશા આકર્ષિત કરતા રહ્યા છે. હું હંમેશા વિચારતી હતી કે, અંતરિક્ષમાં અંધકારની બીજી તરફ શું હશે. મારા માટે વિજ્ઞાન વિષય નહી પણ ઝનૂન હતુ.

રિતુ માટે આ પહેલુ મિશન નથી. આ પહેલા ઈસરોના મંગળ મિશનમાં તે ડેપ્યુટી ડાયરેક્ટર રહી ચુક્યા છે. જોકે ચંદ્રયાન પ્રોજેક્ટને તે સૌથી મોટો પડકાર માને છે.

રિતુ શ્રીવાસ્તવની કેરિયર મહિલાઓ માટે પ્રેરણારૂપ એટલા માટે છે કે, તેઓ પોતે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. લખનૌ યુનિવર્સિટીમાં ફિઝિક્સ સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ ગેટ પરીક્ષા પાસ કરીને રિતુએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં તેમણે પ્રવેશ લીધો હતો. જ્યાં તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

રિતુ 1997થી ઈસરોમાં જોડાયેલા છે. રિતુ શ્રીવાસ્તવ ઈસરોમાં મહત્વના પદ પર છે અને સાથે સાથે તેઓ બે બાળકોની માતા પણ છે. બાળકોનુ પણ તે એટલુ જ ધ્યાન રાખે છે. રિતુના ભાઈ કહે છે કે, અમને અમારી બહેન પર ગૌરવ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JHFOzN
via Latest Gujarati News

Post a Comment

0 Comments