24 કલાક ઘરે રહેનાર લોકો કઈ રીતે પસાર કરે છે પોતાનો સમય: સરકાર કરશે સર્વે

નવી દિલ્હી, તા. 14 જુલાઇ 2019, રવિવાર

કેન્દ્ર સરકારના આંકડાકીય વિભાગ દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં હાઉસ હોલ્ડ યુઝ સર્વે (ટીયૂએસ) હાથ ધરાયો. જેના દ્વારા જાણકારી મળે છે કે ઘરે રહેનાર સ્ત્રીઓ અને પુરુષો પોતાનો સમય કઇ રીતે વ્યતીત કરે છે ? સ્ત્રીઓ પોતાના બાળકોના અભ્યાસ અને ભોજન બનાવવા સિવાય મોબાઇલમાં કેટલો સમય પસાર કરે છે. આ બધી બાબતોનો સમાવેશ આ સર્વમાં થયો છે.

આંકડાકીય વિભાગના સચિવ પ્રણવ શ્રીવાસ્તવે ખાતરી આપતા કહ્યુ કે, હાઉસ હોલ્ડ ટાઇમ યુઝ સર્વેનો ડેટા ડિસેમ્બર સુધીમાં આવી જશે. જેનાથી ખબર પડશે કે દિવસના 24 કલાકમાં લોકો પોતાના કેટલા સમયનો ઉપયોગ અને દુરુપયોગ કરે છે. 

વર્ષ 1998-99માં પહેલી વખત ટીયુએસ સર્વે હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઓડિશા, કેરળ, અને મેઘાલય જેવા રાજયોમાં શરૂ કરવામાં આવ્યો. હવેથી સમ્રગ દેશમાં આ અભ્યાસ થઇ રહ્યો છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LQYfEN
via Latest Gujarati News

Post a Comment

0 Comments