નવી દિલ્હી, તા. 14 જુલાઇ 2019, રવિવાર
ICC વર્લ્ડ કપના સેમિ ફાઈનલમાં ઈન્ડિયાની હાર બાદથી જ ભારતના વિકેટ કીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત ચર્ચામાં છે.
ધોનીના સંન્યાસના સમાચારથી સેલિબ્રિટીની સાથે જ ફેન્સને પણ ઝટકો લાગ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટમાંથી સંન્યાસના સમાચારની વચ્ચે લતા મંગેશકર બાદ હવે જાવેદ અખ્તરે ધોનીને સંન્યાસ ન લેવા માટે વિનંતી કરી છે.
જાવેદ અખ્તરે પોતાના ટ્વીટર પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં એમણે લખ્યું કે, 'એમ એસ ધોની બેટીંગ અને વિકેટ કિપીંગના રૂપમાં એક વિશ્વાસપાત્ર ખેલાડી છે. વિરાટ કોહલીને એ વાતની સમજ છે કે, ક્રિકેટને લઈને ધોનીની સમજ ટીમ માટે ફાયદાકારક છે. કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે કે હજુધોનીમાં ઘણું ક્રિકેટ બાકી છે. આપણે એના રિટાયરમેન્ટ અંગે ચર્ચા કેમ કરી રહ્યા છીંએ?'
ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તર પહેલાં લતા મંગેશકરે એક પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે, "નમસ્કાર એમએસ ધોનીજી. આજકાલ હું સાંભળી રહી છું કે, તમે રિટાયર થવા માગો છો. મહેરબાની કરીને એવું ન વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને આ મારી પણ વિનંતી છે કે, તમે રિટાયરમેન્ટનો વિચાર પણ મનમાં ન લાવો."
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XPT0HO
via Latest Gujarati News
0 Comments