રાયબરેલીમાં રેલવેની મોડર્ન કોચ ફેકટરીના ખાનગીકરણ સામે સોનિયા ગાંધીનો વિરોધ


(પીટીઆઇ) રાયબરેલી, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ તેમના મત વિસ્તાર રાયબરેલીમાં આવેલી મોડર્ન કોચ ફેકટરી સહિતના રેલવેના અન્ય ઉત્પાદન એકમોના ખાનગીકરણની રેલવે મંત્રાલયયની દરખાસ્તનો  લોકસભામાં આજે ભારે વિરોધ કર્યો હતો.

ઝીરો અવર્સમાં કોંગ્રેસના નેતાએ આ મુદ્દો ઉઠાવતા જ રેલવે દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કેફેકટરી સરકારના નિયંત્રણ હેઠળ જ રહેશે. રેલવેના ઉત્પાદન એકમોના કોર્પોરેટાઇઝેશનની ભારે વખોડણી કરતાં સોનિયા ગાંધીએ સરકાર પર   ફેંકી દેવાના ભાવે દેશની સંપત્તિને ખાનગી લોકોને વેચી દેવાનો આરોપ મૂક્યો હતો.

લોકસભામાં શુન્ય કલાકમાં સોનિયા ગાંધી કોઇ મુદ્દો ઉઠાવે એવું ભાગ્યેજ બને છે.' જેઓ કોર્પોરેટાઇઝેશનનો ખરો અર્થ સમજતા નથી, તેમને ખબર નહીં હોય કે આ તો ખાનગીકરણ તરફનો પ્રથમ ડગલું છે.તેઓ દેશની સંપત્તિને મુઠ્ઠીભર ખાનગી લોકોને ફેંકી દેવાના ભાવે વેચી રહ્યા છે. આના કારણે હજારો લોકો બેકાર બની જશે'એમ તેમણે કહેલું.

પરંતુ રેલવેએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે કોર્પોરેટાઇઝેશન એ ખાનગી કરણ નથી.' રેલવે માટે કોર્પોરેટાઇઝેશન એટલે સરકારી ઉપક્રમને  ઇન્ડિયન  રેલવે રોલિંગ સ્ટોક કંપનીમાં ફેરવવું અને ઉતપાદન એકમોને  રાયબરેલીમાં ખસેડવા, એમ એક અધિકારીએ  કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NwJs4E
via Latest Gujarati News

Post a Comment

0 Comments