
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચે બેંકો અને નાણાકીય છેતરપીંડીના આરોપીને પકડવા માટે કેટલી લુક આઉટ નોટીસ જારી કરી હતી તેની એક કાર્યકર્તાએ RTI કરી વિગતો માગી હતી પરંતુ માહિતી અધિકારની કલમ ૮(૧)નું બહાનું કરી CBIએ માગ ફગાવી દીધી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે જો માહિતી અપાય તો હાલમાં તેમની સામે ચાલી રહેલી તપાસ પર અસર પડી શકે છે.
માહિતી માગનાર આરટીઆઇ કાર્યકર્તા અનુસાર, એજન્સીએ માહિતી અધિકારની કલમ ૮(૧) (એચ)ને આગળ ધરી માહિતી આપવા ઇનકાર કર્યો હતો. આ કલમ હેઠળ એવી માહિતી આપી ના શકાય જેની અસર કોઇની ધરપકડ અથવા તો આરોપી સામે ચાલી રહેલા કેસ પર પડે.
બેંકો સાથે છેતરપીંડી કરીને ભાગી ગયેલા આરોપીઓની તપાસ સબંધિત વિગતો માટે પુણેસ્થિત આરટીઆઇ કાર્યકર્તા વિહાર ધૃવેએ વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય અને સીબીઆઇમાં અરજી કરતાં તેમને આ મુજબ જવાબ આપવામાં આવ્યો હતો.
એજન્સીના અધિકારીઓ દ્વારા વિદેશમાં ભાગી ગયેલાઓને ભારત લાવવા માટે મુસાફરી માટે જે ખર્ચ કરવામાં આવ્યો હતો તેની વિગતો પણ ધૃવને આપવામાં આવી નહતી.સીબીઆઇએ આરટીઆઇ એક્ટની કલમ ૨૪ હેઠળ માહિતી નહીં આપવા ના અપવાદનો સહારો લઇ માહિતી આપી ન હતી.
તો વિદેશ મંત્રાલયે તેમની અરજીને એમ કહીને ગૃહ મંત્રાલયને તબ્દીલ કરી હતી કે આ બાબત તમારા ન્યાયક્ષેત્રના બ્યુરો ઓફ ઇમિગ્રેશન હેઠળ આવે છે. જ્યાં સુધી અરજદારબ્યુરો ઓફ ઇમિગ્રેશન ગુપ્તચર વિભાગની જ એક પાંખ છે જેને આરટીઆઇ એક્ટની પારદર્શિતાની જોગવાઇમાંથી મૂક્તિ અપાઇ છે.
ભારતના 31 ભાગેડુઓ માટે લુકઆઉટ સર્ક્યુલર
ભારતીય બેંકો સાથે અબજો રૂપિયાની છેતરપીંડી કરીને ભાગી ગયેલા વેપારી અને ઉદ્યોગપતિઓમાં દારૂના મોટા વેપારી વિજય માલ્યા અને હીરાના વેપારી નિરવ મોદી સહિત કુલ ૩૧ જણાનો સમાવેશ થાય છે. ભારતમાંથી ભાગી ગયેલાઓને પકડવા માટે સીબીઆઇએ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો.
અન્ય ભાગેડુઓમાં વિજય કુમાર પટેલ, સુનિલ રમેશ રૂપાણી, પુષ્પેશ કુમાર વૈધ, સુરેન્દ્ર સિંહ, અંગદ સિંહ, હરસાહેબ સિૅહ, હરલીન કૌર, આશીષ જોબનપુત્રા, નીશિલ મોદી, ચેતન જયંતીલાલ સાંડેસરા અને દિપ્તી ચેતન સાંડેસરાનો સમાવેશ થતો હતો. બેંકો સાથે છેતરપીંડી કરી વિદેશમાં રહેનારાઓમાં નીતીન સાંડેસરા, સભ્ય શેઠ, નિલેશ પોરખ, ઉમેશ પારેખ, હેમંત ગાધી, ઇશ્વર ભટ્ટ, વગેરેનો સમાવેશ થતો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y8ti6x
via Latest Gujarati News
0 Comments