
મુંબઈ, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
અભિનેતા રાહુલ બોસને બે કેળાનું ૪૪૨ રુપિયા બિલ મોકલનારી પ્રસિદ્ધ ફાઈવસ્ટાર હૉટેલને ઉત્પાદન શુલ્ક વિભાગ (એક્સાઈઝ એન્ડ ટેક્સેસન ડિપાર્ટમેન્ટ) એ સીજીએસટી સેક્શન ૧૧ નિયમનું ઉલ્લંઘન કરવા બદ્દલ ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.
શહેરની એ ફાઈવસ્ટાર હૉટેલમાં બે કેળાં ૪૪૨ રુપિયાના મળતાં હોવાનું અભિનેતા રાહુલ બોસે ટ્વિટ કર્યા બાદ તેની ગંભીર નોંધ લઈ ચંદિગઢના સંબંધિત વિભાગના ઉપાયુક્ત મનદીપ સિંઘ બ્રારે આ પ્રકરણે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
એક ચિત્રપટના શૂટિંગ માટે રાહુલ ચંડિગઢમાં હોઈ તે પંચતારક હૉટેલમાં રોકાયો હતો. જિમમાં વ્યાયામ કર્યા બાદ તેણે હૉટેલમાં બે કેળાનો ઓર્ડર આપ્યો હતો. હૉટેલે આ બંને કેળાની કિંમત જીએસટી સાથે કુલ ૪૪૨ રુપિયા લગાડી બિલ આપતાં રાહુલ હેબતાઈ ગયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમે તેણે આ પ્રકરણ ઉઘાડું પાડયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Moct0q
via Latest Gujarati News
0 Comments