રાહુલ ધોળકિયાની આગામી ફિલ્મમાં ક્રિતી સેનોન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 16 ઓગસ્ટ 2019, શુક્રવાર

'લુકા છુપી  બાદ ક્રિતી  'હાઉસફુલ ૪' 'અર્જુન પતિયાલા', અને 'પાણીપત' માં કામ કરીર હી છે. આ ઉપરાંત તેને હવે રાહુલ ધોળકિયાની ફિલ્મની પણ મળી છે. 

રાહુલ ધોળકિયા  મુંબઇ પર આધારિત એક રિયલ-લાઇફ સ્ટોરી પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ  શરૂ થાય તેવી શક્યતા છે. 

ક્રિતીએ આ વાતને સમર્થન આપતા કહ્યું હતુ કે,'' મને એક આવી જ ફિલ્મની આતુરતા હતી , જે હવે પુરી થઇ છે. આ ફિલ્મમાં હું મીડિયા પ્રોફેશનલનું પાત્ર ભજવીરહી  છું.જેના માટે અત્યારથી રિસર્ચ ચાલુ કરી દીધું છે. આ ફિલ્મની વાર્તા બહુ જ રસપ્રદ છે, અને દર્શકોને ફિલ્મ સાથે બાંધી રાખશે, એની મને ખાતરી છે.''

આ ફિલ્મનું શૂટિંગ એક જ શેડયુલમાં પુરુ કરવાનું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pg9NVN
via Latest Gujarati News

Post a Comment

0 Comments