શું લોકડાઉન પછી કોરોના વાયરસ રોકવા માટે ઉંચુ તાપમાન જ એક માત્ર ઉપાય છે ?


અમદાવાદ, 28 માર્ચ, 2020, શનિવાર

વિશ્વમાં કોરોના વાયરસથી 6 લાખથી વધુ લોકોને સંક્રમણ થયું છે જેમાંથી 1 લાખ કરતા પણ વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. ભારતમાં પણ કોરોના સંક્રમણનો આંક 900ને પાર કરી ગયો છે અને 19 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી ફેલાતી કોવિડ-19 બીમારીને દુનિયા આખી લાચાર બનીને જોઇ રહી છે. તેની દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. કોરોનાની શ્રેણીનો 7માં પ્રકારનો આ વાયરસ અજાણ્યો હોવાથી વૈજ્ઞાનિકો પણ ખાસ જાણકારી ધરાવતા નથી.

એક રિસર્ચ મુજબ આ વાયરસ 27 ડિગ્રી ઉપરના તાપમાનમાં ટકી શકતો નથી આથી ગરમી પડશે એટલે તેનો આપોઆપ ખાતમો બોલશે એવી વ્યાપક માન્યતા લોકોમાં જોવા મળે છે. અમેરિકા, ઇટલી, સ્પેન અને ચીનમાં આ વાયરસનું સંક્રમણ 9 થી 15 ડિગ્રીના તાપમાન વચ્ચે જ થયું છે. ભારતમાં  અત્યાર સુધી કોરોનાનો ઓછો પ્રક્રોપ હોવા માટે ઉંચા તાપમાનને લાભકારી માનવામાં આવે છે. હમણાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી પરંતુ આગામી સમયમાં ભારતના મોટા ભાગના સ્થળે તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા હોવાથી તાપમાન કોરોના સામે લડવામાં કેટલો ફાળો આપશે તે જાણવું જરુરી છે. જો  આ એક નવો વાયરસ હોવાથી ગરમી સામે તે મ્યૂટેશન મેળવીને પોતાને બદલી શકે છે કે નહી એ પણ મહત્વનું છે. જો મ્યૂટિટેશન મેળવી લે તો તે વધુ ખતરનાક બની જાય છે.


આથી જ તો નિષ્ણાતો અને સંશોધકો ખૂબજ સાચવીને પ્રતિક્રિયા આપી રહયા છે. સારું તો એ છે કે કોરોના વાયરસ સામે લોક ડાઉનથી માંડીને સેનિટાઇઝેશનનું વિશ્વ વ્યાપી અભિયાન શરું થયું છે તેને જાળવી રાખવું પડશે.સિંગાપૂરની વાત કરીએ તો ગરમી પડવા છતાં કોરોના સંક્રમણ વધી રહયું છે. હાલમાં સિંગાપૂરનું તાપમાન 31 ડિગ્રી ઉપરનું છે. આફ્રિકાના કેટલાક દેશોમાં પણ તાપમાન વધારે હોવા છતાં કોરોના પ્રગટ થયો છે. એવું માનવામાં આવી રહયું છે કે અમેરિકા અને સ્પેનની જેમ સિંગાપોર તથા રશિયા કોરોના સંક્રમણના આંકડા  છુપાવી રહયા છે તેમજ આટલી મોટી મહામારી છતાં જોઇએ તેટલા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવતા નથી.

ચીનના વુહાનમાંથી પેદા થયેલો કોરાના વાયરસ ઘરે આંગણે ચીને તો કંટ્રોલ કરી લીધો પરંતુ યૂરોપ અને અમેરિકાના દેશોમાં હાહાકાર મચાવી રહયો છે. ઇટલી કરતા અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ 20 હજાર જેટલા વધારે છે પરંતુ ઇટલીમાં સૌથી વધુ 9000 ના મોત થયા છે જે અમેરિકા કરતા પાંચ ગણા વધારે છે. ચીનમાં 81 હજાર કોરોના વાયરસના દર્દીઓમાંથી 3300 લોકોના મોત થયા છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UO4jkC
via Latest Gujarati News

Post a Comment

0 Comments