કાબુલ, તા.28 માર્ચ 2020, શનિવાર
અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા આત્મઘાતી હુમલાના તાર કેરાલા સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જે ચાર લોકોએ આ ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો તેમાંથી એક કેરલનો દુકાનદાર અબુ ખાલિબ અલ હિન્દી હોવાનુ બહાર આવ્યુ છે. જે 14 યુવાઓ સાથે ચાર વર્ષ પહેલા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયો હતો અને ભારતથી ભાગી ગયો હતો.
ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે.શુક્રવારે આતંકી સંગઠને અબુ ખાલીદની તસવીર જાહેર કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. અબુ ખાલીદ કેરાલામાં દુકાન ચલાવતો હતો. તેનુ મૂળ નામ મહોમ્મદ સાજીદ છે. જેની 2016થી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી શોધખોળ કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, કાબુલના ગુરુદ્વારા પર બુધવારે ભારે હથિયારો સાથે સજ્જ આત્મઘાતી હુમલાખોરે ફાયરિંગ કરીને અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં 25 લોકોના મોત થયા હતા.એ પછી અફઘાન સુરક્ષા કર્મીઓએ હુમલાખોરને ઢાળી દીધો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ULIVMA
via Latest Gujarati News
0 Comments