મુસ્લિમ કટ્ટરવાદીઓ અમે બે અને અમારા 25ની માનસિકતામાંથી જ બહાર નથી આવતા : શિવસેના


નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ભાષણ આપ્યં. તેમા વસતી પર કાબુ મેળવવા પર પણ ભાર મુક્યો હતો. મોદીની આ સલાહના કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમે વખાણ કર્યા હતા. ચિદંબરમ અગાઉ નોટબંધી, જીએસટી, આર્ટિકલ 370 સહીતના સરકારના અનેક પગલાનો વિરોધ કરી ચુક્યા છે. જોકે તેમણે પહેલી વખત મોદીએ વસતી પર કાબુ મેળવવાની જે સલાહ આપી તેના વખાણ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે વસતી પર નિયંત્રણ અને સાથે જ પ્લાસ્ટિક પર પાબંદીઓ લગાવવી આ બન્ને પગલાને રાષ્ટ્રીય અભિયાન બનાવવાની જરૂર છે.  ચિદંબરમે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદીની પહેલી અને ત્રીજી જાહેરાત કે જે વસતી વધારા પર કાબુ અને પ્લાસ્ટિક પર પાબંદીઓ સંલગ્ન છે તે લોકો માટે એક અભિયાન બનાવવી જોઇએ. 

બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વસતી પર કન્ટ્રોલ કરવાની જે વિનંતી કરી હતી તેને શિવસેનાએ ધર્મ સાથે જોડીને મુસ્લિમ સમાજ પર પ્રહારો કર્યા હતા. શિવસેનાએ મોદીના ભાષણના વખાણ કર્યા હતા સાથે જણાવ્યું હતું કે વસતી પર કાબુ મેળવવો જરૂરી છે અને દેશની એક સમસ્યા છે પણ મુસ્લિમ સમાજના કટ્ટરવાદીઓ આ વાતને સમજવા માટે તૈયાર જ નથી. તેઓના મગજમાં હમ દો હમારે પચ્ચીસ જ ચાલી રહ્યું છે.

સેનાના મુખપત્ર સામનામાં શિવસેનાએ આ નિવેદન કર્યું હતું સાથે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ એવું માને છે કે આપણે બે અને આપણા 25 બાળકો, તેઓ વસતી પર કાબુ મેળવવામા નથી માનતા. આ ઉપરાંત શિવસેનાના સાંસદ સંજય રાવતે જણાવ્યું હતું કે બાળા સાહેબ ઠાકરે હંમેશા વસતી પર કાબુ મેળવવાની વાત કરતા હતા અને હાલની સરકાર એ દિશામા કામ કરી રહી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H7XeVO
via Latest Gujarati News

Post a Comment

0 Comments