લો બોલો, કર્ણાટકના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાએ ખરીદી કરોડોની કાર

બેંગાલુરુ, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

કર્ણાટકમાં એચડી કુમાર સ્વામીની સરકારને ઊથલાવી પાડવા જે કોંગ્રેસી સભ્યોએ બળવો કર્યો હતો અને સ્પીકરે જેમને અયોગ્ય જાહેર કર્યા હતા એવા એક ભૂતપૂર્વ ધારાસભ્ય એમટીવી નાગરાજે 11 કરોડની રોલ્સ રૉયઝ ફેન્ટમ એઇટ કાર ખરીદી હતી.

જો કે આવી કાર ધરાવનારા એ એકમાત્ર રાજનેતા નથી. કર્ણાટકમાં આવા ઘણા ધારાસભ્યો છે જેમની પાસે મોંઘીદાટ વિદેશી કાર્સનેા કાફલો છે. કર્ણાટકના નેતાઓ દેશના સૌથી ધનિક પોલિટિશ્યનો ગણાય છે. નાગરાજે હજુ આ કારના ટેક્સ વગેરે  ભર્યા નથી. એકવાર મ્યુનિસિપલ ટેક્સ અને અન્ય ફી ભરે ત્યાર બાદ આ કાર વધુ મોંઘી સાબિત થવાની છે.

નાગરાજે વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારી પત્રકમાં પોતાની સંપત્તિ એક હજાર કરોડ જાહેર કરી હતી. નાગરાજે વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારે તેમને મનાવવાના ભરપુર પ્રયાસો થયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZdswRz
via Latest Gujarati News

Post a Comment

0 Comments