કશ્મીરમાં કોંગ્રેસના નેતાને કેમ પકડ્યા છે ? કેન્દ્ર સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે શુક્રવારે જમ્મુ કશ્મીરમાં એક કોંગ્રેસી નેતાને મિડિયા સાથે વાત કરવા ન દીધી અને એની ધરપકડ કરીને કોઇ અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા.

એક તરફ કેન્દ્ર સરકાર એવો દાવો કરે છે કે જમ્મુ કશ્મીરમાં પરિસ્થિતિ શાંત છે અને બીજી બાજુ કોઇ ઉશ્કેરણી વિના કોંગ્રેસના નેતાની ધરપકડ કરાય છે. આવાં બેવડાં ધોરણ કેમ. આ તો લોકશાહી વિરુદ્ધનું પગલું છે. શાંતિના સમયમાં કોઇ નેતા મિડિયા સાથે વાત કરે એમાં ખોટું શું છે એવો સવાલ રાહુલે કર્યો હતો.

સિનિયર કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે એવો દાવો કર્યો હતો કે જમ્મુ કશ્મીર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રવીન્દ્ર શર્મા જમ્મુમાં કોંગ્રેસ કાર્યાલયમાં મિડિયાને સંબોધવા જઇ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરીને તેમને કોઇ અજાણ્યા સ્થળે લઇ જવાયા હતા. રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33zFiNz
via Latest Gujarati News

Post a Comment

0 Comments