વિદ્યા સિન્હાની હાલત ગંભીર : હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવી


મુંબઇ તા.10 ઓગસ્ટ 2019, શનિવાર

વિતેલા યુગની અભિનેત્રી વિદ્યા બાલનને ગુરૃવારે ગંભીર હાલતમાં મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એને ફેફસાને અને હદયને લગતી મેડિકલ કન્ડિશન છે. એની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી એને વેન્ટિલેટર પર  મૂકવામાં આવી છે. છેલ્લા સમાચાર પ્રમાણે હવે એ આઉટ ઓફ ડેન્જર છે.

હકીકતમાં વિદ્યા લાંબા સમયથી ફેફસાની બિમારી સામે ઝઝૂમી રહી છે. આ બિમારી હવે વધુ ગંભીર બની છે. થોડોક સમય અગાઉ એને હદયને લગતી તકલીફ થઇ હતી અને ડોકટરોએ એને એન્જિયોપ્લાસ્ટીની પ્રોસીજર કરવાની સલાહ આપી હતી.

૨૦૦૯માં એના બીજા પતિ ડોકટર સાળુંકે પર શારીરિક અને  માનસિક યાતના આપવાનો આરોપ મૂક્યો હતો. ૨૦૧૧માં એને ડિવોર્સ મળી ગયાહતા. હાલમાં વિદ્યાએ કાવ્યાંજલિ, કબૂલ હૈ અને કુલ્ફીકુમાર બાજેવાલા જેવી સીરિયલોમાં કામ કર્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YB3Hn0
via Latest Gujarati News

Post a Comment

0 Comments