ભારતીય ભાષાઓ માટે વધુ અનુકૂળ થયું ગૂગલ આસિસ્ટેન્ટ


નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

અમેરિકાના સર્ચ એન્જિન ગૂગલે ગુરૂવારે ભારતમાં રહેલા પોતાના આસિસ્ટેન્ટ યુઝર્સ માટે મહત્વના અપડેટની જાહેરાત કરી હતી. હવેથી ગૂગલ આસિસ્ટેન્ટને 'ઓકે ગૂગલ હિન્દી બોલો' કહેવા પર તે હિન્દીમાં સેવા આપશે. 

સર્ચ એન્જિન ગૂગલે પોતાની પ્રોડક્ટ 'આસિસ્ટેન્ટ'માં મહત્વનું અપડેશન કર્યું છે અને તેને વિવિધ ભારતીય ભાષાઓ માટે અનુકૂળ બનાવ્યું છે. હવેથી 'ઓકે ગૂગલ હિન્દી બોલો' અથવા તો 'ટોક ટૂ મી ઈન હિન્દી' બોલવા પર ગૂગલ આસિસ્ટેન્ટ પોતાના વપરાશકર્તાને હિન્દીમાં સેવા આપશે.

હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તેના વપરાશકર્તાઓ મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી અને મલયાલમ ભાષામાં પણ કન્ટેન્ટ મેળવી શકશે. ગૂગલ આસિસ્ટેન્ટ અપડેટ થયું તેના એક દિવસ પહેલા એમેઝોને એલેક્સા હવે હિન્દી અને હિંગ્લિશમાં વાતચીત કરી શકશે તેવી જાહેરાત કરી હતી. 

ગૂગલના વીસી મૈનુએલ બ્રાંસ્ટેને જણાવ્યું કે, ભારતીયોમાં કશુંક શોધવા માટે 'અવાજ'નો ઉપયોગ વધી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં અંગ્રેજી બાદ હિન્દી બીજા નંબરની સૌથી વધારે ઉપયોગ થતી આસિસ્ટેન્ટ ભાષા છે. ગૂગલ આસિસ્ટેન્ટનું આ નવું ફિચર તમામ એન્ડ્રોઈડ, એન્ડ્રોઈડ ગો અને કાઈઓએસ ડિવાઈઝમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ગૂગલે ભારતમાં પોતાના ગૂગલ સર્ચની ડિઝાઈનમાં પણ ફેરફાર કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Zz4oZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments