ઝારખંડમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા


(પીટીઆઇ) ગીરીદીહ, ઝારખંડ, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાના આરોપીને ગીરીદીહની  ખાસ પોક્સો કોર્ટે ફાંસીની સજા આપી હતી અને તેના પિતાને જન્મટીપને સજા સંભળાવી હતી.

રામબાબુ  ગુપ્તાની કોર્ટે શનિવાર 27 વર્ષના રામચંદ્ર ઠાકુરને  ફાંસીની અને તેના પિતાને આઇપીસીની   વિવિધ કલમો હેઠળ  આજીવન કેદની સજાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે વિડીયો કોન્ફરન્સ મારફતે આ ચૂકાદો સંભળાવ્યો હતો.  પોક્સોના કાયદામાં તાજેતરમાં  એવો સુધારો કરાયો હતો કે 12 વર્ષની નીચેની વયની બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવી. 

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે  પરસાન ગામના ઠાકુરે  ગયા વર્ષે 26 માર્ચના રોજ બાળકી પર બળાત્કર કરી તેનો ગળો ટુંપી હત્યા કરી હતી અને ત્યાર પછી તેને જમીનમાં દાટી દીધી હતી. પિડીતાનો પાડોશી એવા ઠાકુરે બાળકીને  નિર્દયતાથી મારીને તેને ખેતરમાં લઇ જઇ દાટી દીધી હતી, એમ પોલીસે કહ્યું હતું.   આ કામમાં મદદ કરવા બદલ કોર્ટે તેના પિતાને આજીવનકેદની સજા સંભળાવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30AOoH6
via Latest Gujarati News

Post a Comment

0 Comments