લોકડાઉનને કારણે ભારતના 4 કરોડ છૂટક કામદારોને અસર: વર્લ્ડ બેન્ક


નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોનાવાઈરસની અસરને ફેલાતી અટકાવવા ભારતમાં માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થયેલા લોકડાઉનને કારણે દેશના ૪ કરોડ જેટલા છૂટક કામદારોને અસર પડી છે. લોકડાઉનને કારણે ભારતના ૪ કરોડ માઈગ્રન્ટ વર્કર્સના જીવનનિર્વાહ પર પ્રતિકૂળ અસર પડી છે એમ વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું છે. કોરોનાવાઈરસના ફેલાવા બાદ થોડાક જ દિવસના સમયગાળામાં ૫૦થી ૬૦ હજાર કામદારો શહેર તરફથી ગામડા તરફ રવાના થઈ ગયા છે. ભારતના આંતરિક સ્થળાંતરની માત્રા આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની સરખામણીએ ૬૫ ટકા જેટલી છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે. લોકડાઉન્સ, રોજગાર છીનવાઈ જવા તથા સામાજિક ડિસ્ટન્સિંગને કારણે ઊભી થયેલી સમશ્યાએ ભારત તથા લેટિન અમેરિકાના અનેક દેશોમાં છૂટક કામદારો માટે પીડાદાયક સ્થિતિ ઊભી કરી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VXvOsx
via Latest Gujarati News

Post a Comment

0 Comments