
- ડોલર ૬૨ પૈસા તૂટીને રૂ.૭૬.૦૭ : ક્રુડ નાયમેક્ષ વધીને ૧૫.૩૯ ડોલર : સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ...
- બેંકેક્સ ૭૬૩ પોઈન્ટ, આઈટી ઈન્ડેક્સ ૬૧૬ પોઈન્ટ ઉછળ્યા
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૩૩૮ કરોડની ચોખ્ખી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના મહામારીનો ઉપદ્રવ વિશ્વને હજુ હચમચાવી રહ્યો હોવા છતાં વૈશ્વિક અર્થતંત્રને પુન:બેઠું કરવાના થઈ રહેલા પ્રયાસો અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિકવરી સાથે અમેરિકાએ તેમના જહાજોને અટકાવતાં ઈરાનની ગન બોટોને તોડી પાડવાની ચેતવણી આપતાં ગલ્ફ ટેન્શને ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવો તૂટતાં અટકીને સતત વધતાં રહીને આજે નાયમેક્ષ ક્રુડ ૧.૬૧ ડોલર વધીને ૧૫.૩૯ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ૧.૫૧ ડોલર વધીને ૨૧.૮૮ ડોલર થઈ જતાં અનેબીજી તરફ અમેરિકા, ભારત સહિતમાં નવા જંગીસ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષાએ વૈશ્વિક શેર બજારોમાં તેજી જોવાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં નવું જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષાએ અને ગઈકાલે રિલાયન્સ જીઓમાં વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ ફેસબુક દ્વારા ૯.૯૯ ટકાહોલ્ડિંગ રૂ.૪૩,૫૭૪ કરોડના ખરીદવાના ડિલ થતાં આજે ટેકનોલોજી-આઈટી શેરોની આગેવાનીએ ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી સેન્સેક્સને ૪૮૩.૫૩ પોઈન્ટની છલાંગે ૩૧૮૬૩.૦૮ અને નિફટી સ્પોટને ૧૨૬.૬૦ પોઈન્ટના ઉછાળે ૯૩૧૩.૯૦ની ઊંચાઈએ મૂકી દીધા હતા. ફંડોએ ભારતીય શેર બજારોમાં આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે બેંકિંગ-ફાઈનાન્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી કરી હતી. ફંડોના નવા મોટા રોકાણને પરિણામે આજે રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ૬૨ પૈસા તૂટીને રૂ.૭૬.૦૭ રહ્યો હતો. આ સાથે બે દિવસમાં સેન્સેક્સમાં ૧૨૨૭ પોઈન્ટ અને નિફટીમાં ૩૩૩ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
આઈટી-સોફટવેર શેરોમાં આજે ફંડોની ફેસબુક-રિલાયન્સ જીઓની મેગા ડિલથી તકો વધવાની અપેક્ષાએ આક્રમક લેવાલી રહી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૧૬.૧૭ પોઈન્ટની છલાંગે ૧૩૩૧૮.૯૬ રહ્યો હતો. એનઆઈઆઈટી ટેકનોલોજી રૂ.૯૨.૩૦ ઉછળીને રૂ.૧૧૭૭.૪૦, ટીસીએસ રૂ.૧૦૫.૭૦ ઉછળીને રૂ.૧૮૭૬.૯૦, ઈન્ફોસીસ રૂ.૩૬.૪૦ વધીને રૂ.૬૭૮.૪૫, માઈન્ડટ્રી રૂ.૩૨.૬૦ વધીને રૂ.૭૬૪.૧૦, એમ્ફેસીસ રૂ.૨૬.૬૫ વધીને રૂ.૬૯૯.૦૫, વિપ્રો રૂ.૨.૫૫ વધીને રૂ.૧૮૧.૧૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે સતત લેવાલી રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૬૨.૬૩ પોઈન્ટ વધીને ૨૩૨૩૬.૦૯ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંકના બો ર્ડ દ્વારા શેરોના વેચાણ થકી રૂ.૭૦૦૦ કરોડ ઊભા કરવાને મંજૂરી આપવામાં આવતાં શેરમાં લેવાલીએ રૂ.૯૮.૮૫ ઉછળીને રૂ.૧૨૪૯.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૭૦ વધીને રૂ.૩૫૨.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૬.૩૫ વધીને રૂ.૯૫૪.૭૫ રહ્યા હતા. ઈક્વિટાસ રૂ.૮.૯૫ ઉછળીને રૂ.૫૬.૦૫, ઉજ્જિવન રૂ.૧૯.૬૫ વધીને રૂ.૧૭૯.૮૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૩.૮૦ વધીને રૂ.૨૮૬.૮૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૮.૫૫ વધીને રૂ.૧૧૦.૬૦, મુથુટ ફિન રૂ.૫૬.૭૦ વધીને રૂ.૮૧૬.૨૦, એમસીએક્સ રૂ.૬૬.૭૫ ઉછળીને રૂ.૧૦૫૬.૯૫, કેનફિન હોમ ફાઈનાન્સ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૩૦૯.૦૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૩૦ વધીને રૂ.૭૧.૭૦, ક્રિસિલ રૂ.૭૧.૧૦ વધીને રૂ.૧૪૯૧ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. અશોક લેલેન્ડ રૂ.૧.૭૫ વધીને રૂ.૪૬.૭૦, આઈશર મોટર્સ રૂ.૩૮૨.૧૫ વધીને રૂ.૧૪,૦૮૧.૭૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૮.૮૦ વધીને રૂ.૪૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૨૦ વધીને રૂ.૩૪૭.૫૫, બોશ રૂ.૨૦૪.૨૦ વધીને રૂ.૧૦,૫૮૮.૩૫, બજાજ ઓટો રૂ.૩૮.૭૫ વધીને રૂ.૨૪૨૧.૧૦, એમઆરએફ રૂ.૪૨૮.૯૦ વધીને રૂ.૫૮,૬૫૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નાયમેક્ષ ક્રુડ ૧૫.૩૯ ડોલર અને બ્રેન્ટ ૨૧.૮૮ ડોલર થઈ જતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ લેવાલી રહી હતી. કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૭.૫૦ વધીને રૂ.૧૨૪.૭૫, ઓએનજીસી રૂ.૧.૯૫ વધીને રૂ.૬૭.૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮.૧૫ વધીને રૂ.૧૩૭૧.૫૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૧૫ વધીને રૂ.૨૨૩.૨૦ રહ્યા હતા.
શેરોમાં વ્યાપક તેજીએ આજે રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે વધુ રૂ.૧.૧૮ લાખ કરોડ વધીને રૂ.૧૨૩.૭૩ લાખ કરોડ પહોંચ્યું હતું.
એફએમસીજી શેરોમાં આજે નફારૂપી વેચવાલીએ હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૦.૮૫ ઘટીને રૂ.૨૩૧૫.૮૫, હેરીટેજ ફુડ રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૨૭૫.૭૦, બજાજ કન્ઝયુમર રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૫૧.૫૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૨૬.૯૦ ઘટીને રૂ.૧૭,૪૧૧.૯૫, આઈટીસી રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૮૦.૭૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૫૦૮.૩૫ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ટાઈટન રૂ.૩૯.૮૦ ઘટીને રૂ.૯૧૨.૪૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૨૨૦.૪૫, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૫૬.૮૦ ઘટીને રૂ.૪૭૨૬.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત પસંદગીના જળવાયેલા આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૮૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૫૫ અને ઘટનારની સંખ્યા ૯૪૮ રહી હતી. ૩૫૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં શેરોમાં રૂ.૧૧૪.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૧૭૧.૮૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૨૮૬.૪૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૩૮.૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૮૨૮.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૯૦.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vwajjq
via Latest Gujarati News
0 Comments