
હ્યુસ્ટન, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની બહાર પણ સ્વચ્છતા અંગે સંપૂર્ણપણે જાગૃત રહે છે. તેમણે વિશ્વને બતાવ્યું હતું કે તેઓ સ્વચ્છતા અંગે માત્ર વાતો જ નથી કરતાં તે માટે કામ પણ કરે છે.
અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે આવેલા મોદી શનિવારે 'હાઉડી મોદી' મેગા ઈવેન્ટ માટે જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા ત્યારે એક અમેરિકન અિધકારી ભારત ખાતે અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર, ભારતીય રાજદૂત હર્ષ શ્રૂંગલા અને અન્ય વરિષ્ઠ અિધકારીઓ સાથે મોદીને આવકારતા ફૂલોનો બૂકે આપ્યો હતો.
આ બૂકેમાંથી એક ફૂલ નીચે પડી ગયું હતું. બધાના આશ્ચર્ય વચ્ચે મોદીએ પોતે નીચા નમીને જમીન પરથી આ ફૂલ ઊઠાલી લીધું હતું. સ્વચ્છતા અંગેના તેમની આ જાગૃતિથી બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વડાપ્રધાન મોદીને 'સ્વચ્છ ભારત અભિયાન' મારફત સેનિટેશનના ક્ષેત્રમાં બીલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ફોર લીડરશીપ દ્વારા લિન્કન સેન્ટરમાં 'ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ' એનાયત કરાશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Jeo4u
via Latest Gujarati News
0 Comments