ન્યૂયોર્ક, દુબઈ, લંડનમાં પણ મોદીના કાર્યક્રમો સફળ રહ્યા હતા


હ્યુસ્ટન, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે વડાપ્રધાન મોદીએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50,000થી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધન કર્યું હતું. આ ઐતિહાસિક સફળ કાર્યક્રમ અગાઉ ન્યૂયોર્ક, દુબઈ, લંડનમાં પણ મોદીના કાર્યક્રમો સફળ રહ્યા હતા. 

મોદી અગાઉ પણ અનેક દેશોમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી ચૂક્યા છે. વિદેશી મંચ પરથી મોદીએ ભારતીયોને સંબોધન કરતાં સમગ્ર દુનિયામાં લોકપ્રિયતા હાંસલ કરી છે.

 મોદીએ પહેલા કાર્યકાળમાં વર્ષ 2014માં પહેલી વખત મેડિસન સ્ક્વેર ખાતે પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 20,000થી વધુ ભારતીયો હાજર રહ્યા હતા.

ઉપરાંત ઓગસ્ટ 2015માં દુબઈમાં પણ મોદીએ 50,000થી વધુ ભારતીયોને સંબોધન કર્યું હતું. નવેમ્બર 2015માં પીએમ મોદીએ વેમ્બેલ સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધન કર્યું. વિદેશમાં આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 60 હજાર પ્રેક્ષકો મોદીને સાંભળળા પહોંચ્યા હતા.

આ સમયે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરૂન મોદી સાથે એક મંચ પર હતા. અમેરિકાના સાન જોસમાં સપ્ટેમ્બર 2015માં મોદીએ ભારતીયોને સંબોધન કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભારતીય એન્જિનિયરો કામ કરે છે. આ ઈવેન્ટમાં પણ 20 હજારથી વધુ ભારતીયો હાજર રહ્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30lWUi4
via Latest Gujarati News

Post a Comment

0 Comments