
કેન્દ્રોમાં રહેવા જમવા સહિતની સુવિધા, તાલિમમાં સ્પોર્ટ્સ, સંગિત અને ડાંસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ
બેઇજિંગ, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર
ચીન હાલ પોતાના દેશમાં આતંકીઓ વિરૂદ્ધ મોટુ અભિયાન ચલાવી રહી છે. જોકે તેને લઇને કેટલાક આકરા પ્રતિબંધો પણ મુકી દીધા છે. ખાસ કરીને ઇસ્લામીક કટ્ટરવાદ જેવા વીડિયો જોવા કે બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, એટલુ જ નહીં જો કોઇ વ્યક્તિ આ પ્રતિબંિધત પ્રવૃત્તિ સાથે ઝડપાય તો તેની અટકાયત કરી લેવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. ચીને આવા લોકો માટે સ્પેશિયલ સેન્ટરો પણ ઉભા કર્યા છે.
હાલ ચીનના ઉગુર્સ વિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ સમાજના લોકો રહે છે. જેના પર ચીન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં એવા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે કે જે કટ્ટરવાદીઓને સુધારવા માટેનું કામ કરે છે તેનો દાવો ચીને કર્યો છે. 2018થી જ ચીનમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
આ કેન્દ્રોમાં મોટાની સાથે બાળકોને પણ રાખવામાં આવે છે. કેન્દ્રોમાં વિશેષ તાલિમ આપનારા રાખવામાં આવ્યા છે કે જે અહીં જેને પણ લાવવામાં આવે તેને તાલિમ આપે છે.
ચીને દાવો કર્યો છો કે અમારા કેન્દ્રોમાં જે લોકોને લાવવામાં આવે છે તેમાં એવા પણ છે કે જે બુરખા પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને સાથે જ ભડકાઉ વીડિયો જોવે છે આૃથવા તો આગળ સોશિયલ મીડિયા દ્વારા આવા વીડિયો બનાવી કે મળેલા વીડિયો ફોરવર્ડ કરે છે. આ ઉપરાંત ફેસબુક વગેરે પર પણ નજર રાખવામાં આવી રહી છે.
કેટલાક કેન્દ્રોમાં આશરે 200થી 300 લોકોને આ પ્રકારની તાલિમ આપવાના નામે રાખવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં જેમને લાવવામાં આવ્યા છે તેમને ડાંસ, સંગિત, સ્પોર્ટ્સ વગેરેની પણ તાલિમ આપવામાં આવે છે અને સાથે આધુનિક્તા તરફ કેવી રીતે જવાય અને ધાર્મિક કટ્ટરવાદ કેટલો ખતરનાક છે વગેરેની તાલિમ આપવામાં આવે છે તેવો ચીને દાવો કર્યો છે. જોકે અહીંના મુસ્લિમોનો દાવો છે કે અમારા નાગરિકોને ચીન સરકાર અને પ્રશાસન જુઠા આરોપો લગાવી પરેશાન કરી રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LJl9xy
via Latest Gujarati News
0 Comments