બાલાકોટમાં ભારતે ઉડાવેલા આતંકી કેમ્પો ફરી ધમધમવા લાગ્યા, હુમલાની તૈયારી


ઇસ્લામાબાદ, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જે બાદ વળતો જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીને સાત મહિના વીતી ગયા છે ત્યારે એવા અહેવાલો છે કે ફરી અહીં આતંકીઓના કેમ્પો શરૂ થઇ ગયા છે અને આતંકીઓને તાલિમ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

આ વર્ષે 27મી ફેબુ્રઆરીએ એરફોર્સના વિમાનોએ બાલાકોટમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી સંગઠનોના વિવિધ કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો. જોકે બાદમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં કોઇ જ આતંકી નથી, પાક.નો આ રિપોર્ટ જુઠો સાબીત થયો હતો કેમ કે અનેક આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાને ફરી અહીં આતંકી સંગઠનોને ઉભા કરી દીધા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 

ભારતીય મીડિયાને મળેલા અહેવાલો અનુસાર બાલાકોટમાં પાકિસ્તાની આતંકીઓએ કેમ્પ તૈયાર કરી લીધા છે, અહીં આશરે 40 જેટલા આતંકીઓને હાલ તાલિમ અપાઇ રહી છે. આતંકીઓને બાલાકોટમાં જે તાલિમ અપાઇ રહી છે તેમાં મુખ્ય ટાર્ગેટ કાશ્મીર અને ભારતના અન્ય ભાગો રાખવામાં આવ્યા છે. 

ગુપ્તચર સંસૃથાઓના એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે બાલાકોટ ઉપરાંત પીઓકેમાં આતંકીઓને જે તાલિમ આપવામાં આવી રહી છે તેઓ માત્ર કાશ્મીર જ નહીં ગુજરાત, મહારાષ્ટ્રના ભાગોમાં પણ મોટા હુમલા કરી શકે છે. અને આ માટે તેઓ અલગ અલગ નામે સંગઠનો બનાવીને આતંકી પ્રવૃત્તિ ચલાવી શકે છે.

જેને પગલે હાલ પાકિસ્તાન સાથેની દરેક સરહદે ચાંપતી નજર રાખવામાં આવી છે, ખાસ કરીને પંજાબ, ગુજરાત, કાશ્મીર અને રાજસૃથાનમાં સૈન્યને સતર્ક કરી દેવામાં આવ્યું છે.   બાલાકોટમાં મસૂદ અઝહર હોવાની પણ પુરી શક્યતાઓ છે, થોડા દિવસ પહેલા જ તેને પાકિસ્તાન સરકારે છોડી મુક્યો હતો તેવા અહેવાલો સામે આવ્યા હતા ત્યારેે હાલ તે બાલાકોટમાં જ હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OhDLq2
via Latest Gujarati News

Post a Comment

0 Comments