ઇસ્લામિક આતંકવાદથી ભારતીયોનું રક્ષણ કરવા અમેરિકા કટીબદ્ધ : ટ્રમ્પ


ભારતમાં 30 કરોડ નાગરિકોને ગરીબી રેખાથી બહાર લાવવામાં આવ્યા, મોદીની કામગીરી ઘણી સારી તેવો દાવો 

હ્યૂસ્ટન, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં આવેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારત અને અમેરિકામાં વસતા ભારતીયોને ખુબ વખાણ કર્યા હતા.

અમેરિકાની ચૂંટણી પૂર્વે યોજાયેલા આ ભારતીય-અમેરિકન કાર્યક્રમમાં ટ્રમ્પે પોતાના ભાષણમાં પ્રમુખની ચૂંટણીના પ્રચારને પણ આવરી લીધો હતો. ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે ઇસ્લામિક આતંકવાદના ખતરાથી નિર્દોશ ભારતીય-અમેરિકનનું રક્ષણ કરવા માટે અમેરિકા અને ભારત કટીબદ્ધ છે.  

ટ્રમ્પે કાર્યક્રમમાં હાજર લોકોનો આભાર માન્યો હતો, તેમણે કહ્યું હતું કે પ્રવાસી ભારતીયો પર ગૌરવ અનુભવુ છું, આ ઐતિહાસિક કાર્યક્રમમાં આવી ગૌરવની લાગણી અનુભવુ છું.

હું અમેરિકન ભારતીયોને ખાતરી આપુ છું કે વ્હાઇટ હાઉસમાં તમને મારાથી વધારે સારો મિત્ર કોઇ નહીં મળે. મોદીને જન્મ દિનની શુભકામના પાઠવી હતી સાથે તેમના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે હાલ મોદી ભારતમાં બહુ સારૂ કામ કરી રહ્યા છે.

મોદીની આગેવાનીમાં ભારતમાં 30 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર ઉગારવામાં આવ્યા જે અદભૂત કાર્ય છે. મોદીની આગેવાનીમાં દુનિયા ભારતને એક મજબૂત દેશ તરીકે જોઇ રહી છે. બન્ને દેશોનું બંધારણ પણ 'વી ધ પીપલ' દ્વારા શરૂ થાય છે.  ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકાની આગામી પ્રમુખની ચૂંટણીના પ્રચારને પણ આવરી લીધો હતો.

અમેરિકામાં બેરોજગારીનો દર 51 વર્ષના તળીએ પહોંચાડી દીધો છે. અમેરિકાના વિકાસમાં ભારતીય અમેરિકન નાગરિકોનું મોટુ યોગદાન છે. હું નરેન્દ્ર મોદીને વચન આપુ છું કે બન્ને દેશોના આિર્થક વિકાસમાં યોગદાન આપતો રહીશ. ટ્રમ્પે અમેરિકામાં સક્રીય ભારતીય કંપનીઓના પણ વખાણ કર્યા હતા. બન્ને દેશો એકબીજામાં રોકાણ કરી રહ્યા છે અને તેને જારી રખાશે. 

ભારત અને અમેરિકા બન્ને મળીને સંરક્ષણ ક્ષેત્રે અનેક મોટા કરારો કરવા જઇ રહ્યા છે. આ ઉપરાંત અંતરિક્ષમાં પણ બન્ને દેશો સાથે મળીને કામ કરશે. ઇસ્લામિક આતંકવાદ સામે લડવા માટે અમેરિકા અને ભારત બન્ને કટીબદ્ધ છે.

આપણા દેશોની સુરક્ષા માટે સરહદે સુરક્ષા વધારવી પડશે. હું ફરી જીત મેળવીશ તો ભારતને ફરી એક સારો મિત્ર મળશે. પાકિસ્તાનનું નામ લીધા વગર ટ્રમ્પે કહ્યું હતું કે ઇસ્લામિક આતંકવાદના ખાતમા માટે ભારત અને અમેરિકા બન્ને ખભેખભો મિલાવીને કામ કરશે.

 સરહદે પાકિસ્તાનનો આતંક વધી રહ્યો છે જેને ટાંકીને ટ્રમ્પે કહ્યું કે આપણે આપણા દેશોની સરહદોને વધુ મજબુત બનાવવાની જરૂર છે. કોઇ પણ સંજોગોમાં દેશની સુરક્ષાને ખતરામાં નહીં મુકવા દઇએ.  

ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો

* ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકીઓથી નિર્દોશ ભારતીય-અમેરિકનનું રક્ષણ કરવા માટે બન્ને દેશો કટીબદ્ધ છે. 

* સરહદની સુરક્ષા ભારત અને અમેરિકા બન્ને માટે અતી મહત્વપૂર્ણ અને જરૂરી છે. 

* બન્ને દેશોની સુરક્ષાની ક્ષમતાને વધારવા માટે અમેરિકા અને ભારત અનેક નવા સંરક્ષણ કરારો કરવા જઇ રહ્યા છે. 

* મોદી મારા સારા મિત્ર,  આ મિત્રતાને વધુ મજબૂત બનાવવા પ્રયાસો કરતો રહીશ. 

* મોદીની આગેવાનીમાં વિશ્વ આજે એક મજબૂત ભારતને જોઇ રહ્યું છે. 

* આગામી સપ્તાહે મુંબઇમાં એનબીએ મેચ જોવા માટે લોકો એકઠા થઇ રહ્યા છે, મને પણ આવવાની ઇચ્છા છે. 

* મારા મિત્ર નરેન્દ્ર મોદીને 69માં જન્મ દિનની શુભકામના પાઠવુ છું.

* મોદીની આગેવાનીમાં અનેક ગરીબોને ગરિબીમાંથી બહાર કાઢવામાં આવ્યા, મોદી અમેરિકાના એક મહાન મિત્ર છે. 

વડાપ્રધાન મોદીના આગમનથી ગૌરવ અનુભવે છે : હ્યુસ્ટનના મેયર

હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે હાઉડી મોદી કાર્યક્રમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. તેમણે મોદીનું સન્માન કરતાં 'કી ઓફ હ્યુસ્ટન સીટી'  આપી. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાનના અહીં આવવાથી ગૌરવ અનુભવું છું. 

ભારતીય પ્રવાસીઓનું શિક્ષણ, વિજ્ઞાાન, ઉદ્યોગો, ચિકિત્સા, સંસ્કૃતિના ક્ષેત્રમાં ખૂબ જ મોટું યોગદાન છે અને તેમનું ભોજન શાનદાર છે. ભારત હ્યુસ્ટનનું ચોથું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે.

અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમારા મહાન શહેરમાં આવવા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ગૌરવ અનુભવીએ છીએ. 10 મહિના પહેલા તેમણે ભારતમાં એક વ્યાપારિક પ્રતિનિિધમંડળનું નેતૃત્વ કર્યું હતું.  વડાપ્રધાનના અમારા શહેરનો પ્રવાસ કરવા વિશાળ ભારતીય અમેરિકન સમાજ અને શહેરના સમ્નાન સમાન છે. અમારા શહેરમાં તમારૂં સ્વાગત છે.

હાઉડી મોદીની સાથે સાથે...

* 'હાઉડી મોદી' કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં લોકોનું આગમન ભારતીય સમય મુજબ સાંજે 5.00 વાગ્યા (અમેરિકન સમય મુજબ સવારે 4.00 વાગ્યા)થી શરૂ થઈ ગયું હતું.

* 'હાઉડી મોદી' કાર્યક્રમ ભારતીય સમય મુજબ 7.55 વાગ્યાથી શરૂ થયો હતો. 

* રંગારંગ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં ભારતીય-અમેરિકનોની સાંસ્કૃતિ ઝાંકી રજૂ કરાઈ હતી.

* વડાપ્રધાન મોદી ભારતીય સમય મુજબ 9.40 વાગ્યે મંચ પર પહોંચ્યા હતા.

* પીએમ મોદીએ મંચ પર હાજર અમેરિકન સેનેટર્સનું અભિવાદન કર્યું હતું.

* હ્યુસ્ટનના મેયર સીલ્વેસ્ટર ટર્નરે 'કી ઓફ હ્યુસ્ટન સિટી' આપી મોદીનું સ્વાગત કર્યું.

* હાઉસ મેજોરિટી લીડર સ્ટેની એચ હોયરે અમેરિકામાં મોદીને આવકાર સંબોધન કર્યું.

* હોયરના સંબોધન બાદ ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન'નું ગાન કરાયું.

* અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમય મુજબ 10.30 વાગ્યે એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા.

* ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્ટેડિયમ ખાતે ટ્રમ્પનું સ્વાગત કર્યું.

* ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી 10.35 વાગ્યે એક સાથે મંચ પર પહોંચ્યા.

* મંચ પર બંને નેતાઓના આગમન બાદ પહેલા અમેરિકાનું રાષ્ટ્રગાન ગવાયું.

* ત્યાર બાદ ભારતનું રાષ્ટ્રગીત 'જન મન ગણ' ગવાયું.

* મોદીએ 10.44 વાગ્યે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે આવકાર સંબોધન કર્યું.

* ડોનાલ્ડ ટ્રમ્પે 11.00 વાગ્યે ભારતીય-અમેરિકનોને સંબોધન શરૂ કર્યું.

* મોદીએ 11.21 વાગ્યે એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકનોને સંબોધન શરૂ કર્યું.

* વડાપ્રધાન મોદીનુ ંસંબોધન 12.10 વાગ્યે પૂરૂં થયું.

* મોદી અને ટ્રમ્પે હાથમાં હાથ મિલાવી સ્ટેડિયમમાં લોકોનું અભિવાદન કર્યું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30jr716
via Latest Gujarati News

Post a Comment

0 Comments