ઇમરાને અમેરિકા જવા સાઉદી પ્રિન્સનું વિમાન માગવું પડયું, સ્વાગત ન થયું


વોશિંગ્ટન, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકા પહોંચી ગયા છે. તેઓ અમેરિકાની નેશનલ જનરલ એસેમ્બ્લીને સંબોધવાના છે જે માટે તેઓ હાલ અમેરિકા આવ્યા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાનના સ્પેશિયલ એરક્રાફ્ટમાં ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા હતા. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકામાં જ છે.   

ઇમરાન ખાન આ પહેલા સાઉદી અરેબિયાની મુલાકાતે હતા, જ્યાંથી તેમને સાઉદી અરેબિયાના પ્રિન્સે પોતાનું સ્પેશિયલ એરક્રાફ્ટ આપ્યું હતું જેમાં બેસીને તેઓ અમેરિકા પહોંચ્યા હતા. ઇમરાન ખાનની સાથે આ એરક્રાફ્ટમાં પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશી, તેમના સલાહકાર અબ્દુલ હાફિઝ શેખ, સ્પેશિયલ અસિસ્ટન્ટ પણ અમેરિકા પહોંચ્યા હતા. 

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન અમેરિકામાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેશે. 27મી સપ્ટેમ્બરે તેઓ યુએનની એસેમ્બ્લીને સંબોધશે જે દરમિયાન તેઓના ભાષણમાં મુખ્યત્વે કાશ્મીરનો જ ઉલ્લેખ વધુ રહેવાની શક્યતાઓ છે.

કેમ કે ઇમરાન ખાને કહ્યું હતું કે હું કાશ્મીરનો મામલો કોઇ પણ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ જારી રાખીશ. આવી સિૃથતિમાં ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા છે. જોકે પુરી શક્યતાઓ છે કે ભારત પણ આ મામલે પાકિસ્તાનને આક્રામક જવાબ આપી શકે છે. 

હાલ નરેન્દ્ર મોદી પણ એનઆરઆઇ અને ભારતીય-અમેરિકનના કાર્યક્રમમાં પહોંચ્યા છે, જ્યારે આ જ સિૃથતિ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ વહેલા અમેરિકા પહોંચી ગયા છે. જોકે ઇમરાન ખાનનું સ્વાગત કરવા માટે અમેરિકામાં કોઇ અિધકારી પણ નહોતા આવ્યા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/332N2GN
via Latest Gujarati News

Post a Comment

0 Comments