પાક. એરલાઈન્સના વિમાનોએ 2016-17માં મુસાફરો વગર 46 ઉડાન ભરી


ઇસ્લામાબાદ, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

એક તરફ પાકિસ્તાનની આિર્થક હાલત સાવ કફોડી થઈ ગઈ છે અને ત્યાં પેટ્રોલ 100 રૂપિયામાં પ્રતિ લિટર જ્યારે દૂધ 140 રૂપિયામાં પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. તેવામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે 46 ફ્લાઈટ મુસાફરો વગર જ રવાના કરીને દેશને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. 

આિર્થક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે અને તેને નિયંત્રિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ કરવો પડેલો છે.

તેવામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(પીઆઈએ)ની 46 ફ્લાઈટ મુસાફરો વગર જ રવાના થઈ હોવાના સમાચાર સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઓડિટ રિપોર્ટના અહેવાલ પ્રમાણે ઈસ્લામિક ક્ષેત્રમાં હજ યાત્રિઓ માટેની 36 ફ્લાઈટ પણ ખાલી ગઈ હતી.

પીઆઈએને પવિત્ર મક્કા મદીના જવા માટે કોઈ મુસાફર નહોતા મળ્યા અને તેમ છતા વિમાનોને ખાલી રવાના કરવામાં આવ્યા હતા.  પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સનું સંચાલન સરકારી ભંડોળમાંથી કરવામાં આવે છે અને ઓડિટ રિપોર્ટ પ્રમાણે માત્ર 2016થી 2017 દરમિયાન 46 ફ્લાઈટે મુસાફરો વગર ઉડાન ભરી હતી. જ્યારે તેના પછીના વર્ષોની તપાસ ચાલુ છે.

ખાલી ઉડાનોના કારણે પાકિસ્તાન સરકારને 18 કરોડ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે. એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશની નબળી આિર્થક સિૃથતિને અનુસંધાને ખાનગી વિમાનના બદલે કતાર એરવેઝની ફ્લાઈટમાં સામાન્ય લોકો સાથે બેસીને અમેરિકા પ્રવાસે ગયા હતા. ત્યારે એરલાઈન્સની આ પ્રકારની કામગીરી શરમજનક કહી શકાય. 

પ્રશાસનને અગાઉ પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. આિર્થક સંકટમાંથી ઉગરવા માટે પાકિસ્તાને સાઉદી અરેબિયા, ચીન, સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશો પાસેથી નાણાંકીય મદદ મેળવેલી છે. પાકિસ્તાનના માથે રહેલા દેવાનો આંકડો છ અરબ ડોલરે પહોંચી ગયો છે અને દેવા તથા તેના વ્યાજની ચુકવણીના ભારણના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ વગેરેમાં ઘટાડો નોંધાયો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30EzShl
via Latest Gujarati News

Post a Comment

0 Comments