બ્રિટન જવા માટે ડોકટરો અને નર્સોને TOEFL કે IELTS આપવી નહીં પડે


વિશ્વના આઠ દેશોએ આ ટેસ્ટને માન્યતા આપી હતી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

ભારતના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે આનંદના સમાચાર. જો કોઇ ડોકટર, ડેન્ટીસ્ટ, મિડવાઇફ  અને નર્સને બ્રિટન જઇ પ્રેક્ટિસ કે નોકરી કરવી હોય તો તેમના માટે TOEFL  કે IELTS  જેવી  ઇંગ્લીંશ ટેસ્ટ ફરજીયાત નહીં હોય. તેની જગ્યાએ  જે તે આરોગ્ય ક્ષેત્રમાં નોધણી કરાવવા  ઓક્યુપેશ્નલ ઇંગ્લીશ ટેસ્ટ  OET આપવી પડશે.

OET  આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની કસૌટી છે જે અંગ્રેજી ભાષાના દેશમાં કે વાતાવરણમાં કામ કરવા ઇચ્છતા વ્યવસાયીઓ ેના અંગ્રેજી ભાષાના જ્ઞાાનની ચકાસણી કરે છે. જેમ વિઝાની અરજી માટે  TOEFL  કે IELTS  પરીક્ષા ફરજીયાત છે એવી જ રીતે  બ્રિટનમાં બે આરોગ્ય બોર્ડમાં નોધણી માટે નર્સિંગ એન્ડ મિડવાઇફ્રી કાઉન્સિલ અને જનરલ મેડિકલ કાઉન્સિલમાં  અરજદારને પરીક્ષા આપવી પડશે.

સબંધીત વ્યવયાસી સંસૃથા દ્વાર્રા અંગ્રેજી ભાષાની કસૌટીનો  સ્વીકાય કર્યો હોય  તેવા ડોકટરો, ડેન્ટીસ્ટ, નર્સ અને મિડવાફ્રી  માટે યુકે હોમ ઓફિસ અંગ્રેજી ભાષાને માન્ય રાખી હોય તેમના માટે ટીયર-ટૂ વિઝા માટે યુકે આવતા પહેલાં ફરીથી અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પડશે નહીં' એમ ઓઇટી પરીક્ષા લેનાર કેમ્બ્રિજ બોક્સહિલ લેગ્વેજ એસેટમેન્ટના વડા સુજાતા સ્ટેડે કહ્યું હતું.'

ગયા સપ્તાહે જે ફેરફારની  જાહેરાત કરાઇ હતી તના થી દેશની હોસ્પિટલો અને આખા યુકેના મેડિકલ પ્રોફેશ્નલ બોર્ડને તેમના જરૂરી વ્યવસાયીઓ ઝડપથી મળી જશે'એમ તેમણે ઉમેર્યું હતું. પહેલી ઓકટોબરથી ટીયર ટૂ  (જનરલ કેટેગરી)માટે તમામ અરજદારોને આ ફેરફાર લાગુ પડશે. ની

આરોગ્ય સંભાળ ક્ષેત્રે અંગ્રેજી ભાષાની એક ખાસ જરૂરિયાત માટે જ ઓક્યુપેશ્નલ ઇંગ્લીશ ટેસ્ટ (OET)  ની રચના કરાઇ હતી. જેઓ અંગ્રેજી ભાષી દેશોમાં કામ કરવા ઇચ્છતા હોય તેમના માટે જ ખાસ આ કસૌટી બનાવવામાં આવી છે.OET   નું સંચાલન બોક્સ હિલ ઇન્સ્ટિટયુટ  અને  કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇંગ્લીશના સંયુક્ત ઉપક્રમે કરાશે. 

કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇંગ્લીશ એ કેમ્બ્રિજ યુનિ.ની સ્વયંસેવી  સંસૃથા છે. આ પરીક્ષાને  વિઝાની અરજી માટે યુકે, આયરલેન્ડ, ન્યુઝીલેન્ડ, દુબઇ,સિંગાપોર, નામિબિયા ,યુક્રેન અને ઓસ્ટ્રલિયાના મોટા ભાગના આરોગ્ય સંભાળ બોર્ડ અને કાઉન્સિલ દ્વારા માન્યતા આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IjTxwL
via Latest Gujarati News

Post a Comment

0 Comments