રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તુરંત જ સાથે કામ કરવા ઉત્સુક નથી


મુંબઇ,તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની વ્યવસાયિક અને અંગત જીવન માટે ચર્ચામાં છે. તેમને સાથે કામ કરવા માટે ઘણી ઓફર મળી રહી છે, પરંતુ હાલ આ યુગલ એક જ ફિલ્મ જોડી બનાવવા ઉત્સુક નથી.  રિપોર્ટસની માનીએ તો, આલિયા-રણબીર અત્યાર સુધીમાં સાથે કામ કરવાના ઘણા પ્રોજેક્ટસ રિજેક્ટ કરી ચુક્યા છે.

તેઓ ફિલ્મ 'બ્રહ્માશ્ત્ર' દ્વારા પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. તેઓ સાથે કામ કરવાનો બીજો પ્રોજેક્ટ હાથમાં લે તે પહેલા જોવા ઇચ્છે છે કે, તેમની કેમેસ્ટ્રી રૂપેરી પડદે સફળ થાય છે કે, નહીં, દર્શકોનો રિસપોન્સ કેવો છે. આ પહેલા ઘણા રિયલ લાઇફ કપલને દર્શકોએ સિલ્વર સ્ક્રિન પણ આવકાર્યા નથી. જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ઉત્તમ ઉદાહરણ છે. 

અયાન મુખર્જીના દિગ્દર્શનમાં બનેલી 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા-રણબીર સાથે અમિતાભ પણ મહત્વના રોલમાં દેખા દેશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32WAP6h
via Latest Gujarati News

Post a Comment

0 Comments