હોંગકોંગમાં પ્રદર્શનકારીઓએ સબવે સ્ટેશન પર તોડફોડ કરી


હોંગકોંગ, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓએ રવિવારે હિંસકતા અપનાવી હતી અને એક સબવે સ્ટેશનમાં તોડફોડ કરીને સીસીટીવી કેમેરા, ઈલેક્ટ્રોનિક ટિકિટ સેંસર વગેરે તોડી નાંખ્યું હતું.

હોંગકોંગમાં મજબૂત લોકતંત્રની માંગ કરનારા પ્રદર્શનકારીઓએ રવિવારે હિંસક બનીને એક સબવે સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી. તેમણે સ્ટેશન પર રહેલા કેમેરા અને ઈલેક્ટ્રોનિક ટિકિટ સેંસર મશીન પણ તોડી નાંખ્યા હતા.

પ્રદર્શનકારીઓએ હથોડાની મદદથી દરવાજા પર રહેલા ટિકિટ સેંસર મશીનને તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત ટિકિટ મશીનો પર રંગ છાંટયો હતો અને તેની સ્ક્રીન તોડી નાંખી હતી. 

પ્રદર્શનકારીઓએ રવિવારે બપોરના સમયે શાટિન સ્ટેશન પર હુમલો કર્યો હતો. સાથે જ તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે છત્રીઓનો ઉપયોગ કર્યો હતો.

હુમલાના સમાચાર મળતા જ પોલીસ ફોર્સ ઘટના સૃથળે પહોંચી ગઈ હતી અને સ્ટેશનની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કામમાં લાગી ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે, હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શન સતત ચોથા મહીને પણ ચાલુ છે અને છાશવારે દિવસ કે રાતના સમયે હિંસક ઘટનાઓ બને છે. 

પ્રદર્શનકારીઓના એક કટ્ટર જૂથે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે કડક પગલાં લેવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. શનિવારે રાતના સમયે પ્રદર્શનકારીઓએ પોલીસ પર ગેસોલિન બોમ્બ ફેંક્યા હતા અને વિવિધ સૃથળે આગ ચાંપી હતી જેથી તેમને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસ શેલ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરવો પડયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30cn9Xh
via Latest Gujarati News

Post a Comment

0 Comments