ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો



સાઉદી અરેબિયાનાની અરામકો ઓઇલ કંપની પર કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે પાંચ ટકા વૈશ્વિક ઓઇલ પુરવઠા પર અસર પડી છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ઇન્ટ્રા ડેમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.  ૧૯૯૧ પછી પ્રાૃથમ વખત ઇન્ટા ડ્રેમાં ક્રૂડના ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે જરૃર પડશે તો અમેરિકા પોતાના ઇમરજન્સી ભંડોળમાંાૃથી ઓઇલ રિલીઝ કરશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગ્યા હતા અને બંાૃધ ાૃથવાની વખતે ક્રૂડના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. 

સાઉદી અરેબિયા સિવાયના અન્ય ઓઇલ ઉત્પાદક દેશોએ પણ જણાવ્યું છે કે અરામકોનું ૫૦ ટકા ઉત્પાદન બંાૃધ ાૃથવાને કારણે જે પણ ઓઇલ અછત સર્જાશે તેને પૂરી કરવા અમે સક્ષમ છીએ. આ જાહેરાતની પણ ક્રૂડના ભાવમાં સાનુકુળ અસર જોવા મળી હતી. 

આ હુમલાને કારણે સાઉદી અરેબિયાના ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ૫૭ લાખ બેરલનો ઘટાડો ાૃથયોે છે. જે કુલ દૈનિક ઉત્પાદનના ૫૦ ટકા છે. એટલે કે સાઉદી અરેબિયાનું દૈનિક ૫૦ ટકા ઉત્પાદન ઘટી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલનો સૌૈાૃથી મોટો નિકાસકાર દેશ છે. આ ઉપરાંત ઓઇલના ભાવ સિૃથર રાખવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ક્રૂડ ઓઇલનું બજાર સિૃથર રાખવા માટે તે એક જ દિવસમાં લાખો બેરલ ઓઇલનું ઉત્પાદન વાૃધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. 

આ દરમિયાન રશિયાએ જણાવ્યું છે કે ઓપેક દેશોની ઇમરજન્સી બેઠક બોલાવવાની કોઇ જરૃર છે. રશિયાના ઉર્જા પ્રાૃધાન એલેક્ઝાન્ડર નોવાકે પત્રકારોને જણાવ્યું હતું કે કોઇ પણ તંગીને પહોંચી વળવા માટે બજારમાં પૂરતો જથૃથો ઉપલબૃધ છે. 

ઉલ્લેખનીય છે કે અરામકો ઉપર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે આ કંપની આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જૂનમાં આ કંપની પાસે ૧૮.૮ કરોડ  બેરલ ઓઇલ હતું. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LQyxyM
via Latest Gujarati News

Post a Comment

0 Comments