ક્રૂડના ભાવ ૧૦ ટકા વધતા ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૫ ટકા વધશે


સિંગાપોર, તા. ૧૬

સાઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકો પર ાૃથયેલા હુમલાના કારણે ભારતનું આયાત બિલ વાૃધશે તાૃથા ભારતીય રૃપિયો ડોલરની સામે વધુ નબળો પડશે તેમ સિંગાપોરના ડીબીએેસ બેકિંગ ગુ્રપે જણાવ્યું છે. 

ડીબીએસના જી-૩ અને એશિયા ક્ષેત્રના મુખ્ય આૃર્થશાસ્ત્રી તૈમુર બેગના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયા ભારતને ક્રૂડ અને કૂકિંગ ગેસ સપ્લાય કરતા દેશોમાંાૃથી બીજા ક્રમે છે.ક્રૂડના ભાવમાં દસ ટકાનો ઉછાળો ાૃથવાાૃથી ભારતની ચાલુ ખાતાની ખાાૃધમાં જીડીપીના ૦.૪ ટકાાૃથી ૦.૫ ટકા વાૃધશે. ક્રૂડના ભાવમાં પ્રત્યેક એક ડોલરના વાૃધારાાૃથી ભારતના આયાત બિલમં બે અબજ ડોલરનો વાૃધારો ાૃથશે. 

ઉલ્લેખનીય છે કે ભારતને પોતાની ઓઇલ જરૃરિયાત પૂર્ણ કરવા માટે ૮૩ ટકા ઓઇલની આયાત કરવી પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયાત બિલ વાૃધવાને કારણે ભારતીય ચલણ રૃપિયો પણ ડોલરની સામે વધુ નબળો પડશે. 

આ દરમિયાન એર ઇન્ડિયાના વરિષ્ઠ અિાૃધકારીએ જણાવ્યું હતું કે જો ક્રૂડના ભાવ ઉંચા રહેશે તો ભારતીય એરલાઇન્સને ડોમેસ્ટિક ફલાઇટના ભાડામાં દસ ાૃથી પંદર ટકાનો વાૃધારો કરવો પડશે. 

અિાૃધકારીએ વધુમાં જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ વાૃધવાના ચાલુ રહેશે તો અમને ફલાઇટના ભાડા વાૃધારવા અંગે વિચારવું પડશે. અમે ક્રૂડના ભાવ પર સતત નજર રાખી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે સરકારી એરલાઇન્સ એર લાઇન્સ અગાઉાૃથી જ નાણાકીય કટોકટીમાંાૃથી પસાર ાૃથઇ રહી છે. એર ઇન્ડિયા દર વર્ષે ફ્યુઅલ પાછળ ૬૦૦૦ ાૃથી ૭૦૦૦ કરોડ રૃપિયા ખર્ચે છે. ક્રૂડના ભાવમાં ૧૦ ટકાના ઉછાળાાૃથી તેને જેટ ફ્યુઅલ પાછળ ૫૦ ાૃથી ૫૮ કરોડ રૃપિયાનો વધુ ખર્ચ કરવો પડશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32UAt0f
via Latest Gujarati News

Post a Comment

0 Comments