ભારતના વિકાસના લીલાછમ વૃક્ષનું સિંચન ડો.વિક્રમ સારાભાઇએ અને ડો. હોમી ભાભાએ કર્યું હતું.


મુંબઈ, તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર

ભારતમાં અંતરીક્ષ સંશોધન કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઇ મહાન સ્વપ્નદ્રષ્ટા અને માનવતાવાદી હતા. મુઠ્ઠીઉંચેરા વિજ્ઞાાની ડો.વિક્રમ સારાભાઇનો એક જ મંત્ર હતો,સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ ભારતનાં સામાન્ય માનવીના વિકાસ માટે થવો જોઇએ.આજે આપણો દેશ સુપર પાવર બનવાની દિશામાં ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે પણ  વિકાસના આ લીલાછમ વૃક્ષનું સિંચન ડો.વિક્રમ સારાભાઇએં અને ભારતીય અણુ સંશોધન કાર્યક્રમના જનક ડો.હોમી ભાભાએ કર્યું છે.ડો.વિક્રમ સારાભાઇ અને ડો.હોમી ભાભા બંને મહાન વિજ્ઞાાની હતા અને ઉત્કૃષ્ટ કોટીના નેતાપણ હતા.

આજે નેહરુ સાયન્સ સેન્ટરમાં યોજાયેલી ઇન્ડિયા ઇન સ્પેસ એન્ડ ન્યુક્લિયર એનર્જીઃએચિવમેન્ટ્સ એન્ડ ચેલેન્જીસવિશેનીરાષ્ટ્રીય પરિષદમાં ભારતીય અંતરીક્ષસંશોધન સંસ્થા(ઇસરો)ના ભૂતપૂર્વ ચેરમેન ડો.એ.એસ.કિરણકુમારે ડો.વિક્રમ સારાભાઇને આદરાંજલી આપતાં આમ કહ્યું હતું.

સેટેલાઇટની રચનામાં નિષ્ણાત ગણાતા ડો.કિરણકુમારે બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે ભારતને અંગ્રેજ શાસનમાંથી ૧૯૪૭માં આઝાદીમળી.ત્યારબાદફક્ત ૧૬ વર્ષના ટૂંકાગાળામાં એટલે કે ૨૩,નવેમ્બ૨-૧૯૬૩ના યાદગાર દિવસે ભારતે ડો.વિક્રમ સારાભાઇના કુશળ નેતૃત્વમાં  નાઇકી એપેક નામના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનોસફળ પ્રયોગ કર્યોહતો.અંતરીક્ષ સંશોધન કાર્યક્રમનાં બીજ વાવ્યાં હતાં.આ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવા ડો.વિક્રમ સારાભાઇએ ઇસરોની સ્થાપના કરી અને આજે આપણે ચંદ્ર અને મંગળ સુધીસફળ યાત્રા કરી છે.સાથોસાથ વિવિધ પ્રકારના સેટેલાઇટ્સની મદદથી દેશને ખનિજ તત્વો,સંદેશા વ્યવહાર, હવામાનની આગાહી, ટેલિવિઝન,મોબાઇલ ટેલિફોન,કૃષિઅનેદરિયાઇસંશોધનઅને માછીમારોનેમાહિતી, ભૂગર્ભનાજળભંડારોથી લઇને સરહદની સુરક્ષા સુધીનો બહોળો વિકાસ કર્યો છે.એક કદમ આગળ વધીને આપણે ગગનયાનની પણ ભરપૂર તૈયારી કરી રહ્યા છીએ.

આજે ભારતનાં લાખો ખેડૂતોનેટેલિવિઝન પર કૃષિ વિષયક માર્ગદર્શન મળે છે તો સમુદ્રમાં જતા માછીમારોનેહવામાનની સમયસર ઉપયોગી માહિતી મળે છે તે સિદ્ધિ બહુ ઉજળી છે.આ સિદ્ધિનો યશ ડો.વિક્રમ સારાભાઇને જાય છે.

ભારતના અણુ કાર્યક્રમના વિકાસમાંતથાપોખરણ-૧ અને ૨ અણુપરીક્ષણ કાર્યક્રમમાં પાયારૂપ યોગદાન આપનારા ડો.રાજગોપાલ ચિદમ્બરમે કહ્યું હતું કે ટેકનોલોજી ખરા અર્થમાં શક્તિ છે.ડો.વિક્રમ સારાભાઇએ દેશમાંઅંતરીક્ષ સંશોધન અને ડો.હોમી ભાભાએ અણુ સંશોધન કાર્યક્રમની પાપા પગલી માંડી અને આજે આપણો દેશ આ બંને ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે.આ બંને જેટલા મહાન વિજ્ઞાાની હતા એટલા જ આલા દરજ્જાના નેતા અને સ્વપ્નદ્રષ્ટા પણ હતા.મહાન નેતા એ છે જે નવી ટેકનોલોજીનો પ્રયોગ વિકાસની પહેલ કરવામાં કરે છે.સાથોસાથ તેમની ગેરહાજરીમાં બીજી પેઢીપણ કાર્યરત રહે તેનો ખ્યાલ રાખે છે.બીજી પેઢીને તૈયાર કરે છે. ખરેખર તો શ્રીરામભક્ત હનુમાનજીએ પોતાની અદભૂત અને અફાટ શક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો તે જ રીતે ભારતે પણ મહાન,વિશાળ અને સશક્ત રાષ્ટ્ર હોવાનો સાક્ષાત્કાર કરવાની જરૂર છે.

આજે અણુ સંશોધન કાર્યક્રમની સફળતાથી ભારત સંરક્ષણક્ષેત્રે બહુ મજબૂત બન્યું છે.સાથોસાથ આ જ અણુ સંશોધનની મદદથીકૃષિઅને તબીબી ક્ષેત્રમાં સંશોધનઅને વીજળીના ઉત્પાદન જેવા શાંતિમય પ્રયોગો પણ થાય છે.આમ અંતરીક્ષ સંશોધન અને અણુ સંશોધનથી ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય વિકાસનો મંત્ર ગૂંજી રહ્યો છે.

જાણીતાગણિતશાસ્ત્રીઅનેખગોળ-ભૌતિકશાસ્ત્રીડો.શશીકુમાર ચિત્રેએ પરિસંવાદનું ઉદ્ધાટન કરતાંડો.વિક્રમ સારાભાઇ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.ડો.શશીકુમાર ચિત્રેએ કહ્યું હતું કે અમે બંને વારંવાર રૂબરૂ મળતા અને નવી નવી ટેકનોલોજી વિશે ચર્ચાકરતા.ડો.વિક્રમ સારાભાઇએ મને અમદાવાદમાં ફિઝિકલ લેબોરેટરીની શરૂઆતના તબક્કે જોડાવા ખાસ આમંત્રણ આપ્યું હતું પણ હું મારા કુટુંબને કારણે ત્યાં જઇ શક્યો નહોતો.ડો.વિક્રમ સારાભાઇ કહેતા કે આપણે વ્યક્તિગત રીતેનહીં પણ સામુહિક રીતે કાર્ય કરવું જોઇએકે જેથી તેની સફળતાનો વ્યાપ વધે.બધાંની શક્તિનો સરવાળો થાય.

પરિષદમાંજાણીતાઅણુવિજ્ઞાાનીડો.શ્રીકુમાર બેનરજી,એ.પી.જયરામન,આર.વરદરાજનઅને વાય.એસ.રાજન વગેરેએ પણ ડો.વિક્રમ સારાભાઇ સાથેનાં યાદગાર પ્રસંગો યાદ કરીને તેમની દીર્ઘદ્રષ્ટિનીઅનેઉત્તમ નેતૃત્વશક્તિની પ્રશંસા કરી હતી.નેહરુ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શિવપ્રસાદ ખેનેડે ચંદ્રયાન-૨ને ભારતમાં સાયન્સઅને ટેકનોલોજીપ્રત્યે વધી રહેલી જાગૃતિનું ઝળહળતું પ્રતીક ગણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OGaOK
via Latest Gujarati News

Post a Comment

0 Comments