(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર
દિગ્દર્શક સંદીપ વાંગા ગુનાખોરી પર આધારિત થ્રિલર ફિલ્મ બનાવાની યોજના કરી રહ્યો છે.આ ફિલ્મનું શિર્ષક 'ડેવિલ' હોવાનું કહેવાય છે.જેમાં તે રણબીર કપૂરનો મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. સંદીપ વાંગા દક્ષિણની ફિલ્મોમાં જાણીતું નામ છે. તેની તેલુગુ ફિલ્મ 'ર્્જુન રેડ્ડી'ની હિંદી રીમેકમાં જબરદસ્ત સફળતા મળી છે. પરિણામે તેને હવે વધુ ફિલ્મ બનાવામાં રસ જાગ્યો છે. કહેવાય છે કે, સંદીપ વાંગા અંધારી આલમની દુનિયા પર આધારિત એક થ્રિલર બનાવી રહ્યો છે. જેમાં તેણે રણબીર કપૂરને ગ્રે શેડસ ધરાવતા પાત્રમાં લેવા ઇચ્છી રહ્યો છે.
'' આ ફિલ્મ માટે સંદીપે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશબાબુનો સંપર્ક કર્યો હતો. મહેશ બાબુને નરેશન પસંદ પણ પડયુ હતું. પરંતુ ફિલ્મની વાર્તા વધુ પડતી ડાર્ક વિષયક ધરાવતી હોવાથી દર્શકોને પસંદ નહીં પડે એમ વિચારીને આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31tOaTt
via Latest Gujarati News
0 Comments