ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સહિત 3ને નોબેલ


શિક્ષણ સુધારો, અર્થતંત્ર આપોઆપ સુધરશે એ વિષય પર ત્રણેય અર્થશાસ્ત્રીએ સંશોધન કર્યું છે : અભિજિત અને એસ્થર એમઆઈટી સાથે સંકળાયેલા છે, માઈકલ હાવર્ડના પ્રાધ્યાપક : ત્રણેય વચ્ચે 9.15 લાખ ડૉલરનું ઈનામ 

સ્ટોકહોમ, તા.14 ઓક્ટોબર, 2019, સોમવાર

નોબેલ પ્રાઈઝના લિસ્ટમાં આજે છેલ્લું અર્થશાસ્ત્રનું નોબેલ જાહેર થયું હતું. ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી, તેમના ફ્રેન્ચ-અમેરિકન અર્થશાસ્ત્રી પત્ની એસ્થર ડફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રીતે જાહેર થયું છે.

અભિજિત અને એસ્થર અમેરિકાની 'મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)' સાથે જ્યારે માઈકલ અમેરિકાની 'હાવર્ડ યુનિવર્સિટી' સાથે સંકળાયેલા છે.

નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે તેમણે શોધી કાઢેલી પદ્ધતિ ગરીબી દૂર કરવા માટે બહુ કારગત નીવડી રહી છે. છેલ્લા વીસ વર્ષથી આ પદ્ધતિ વડે અનેક દેશો ગરીબીમાં ઘટાડો કરી શક્યા છે. માટે તેઓ નોબેલ પ્રાઈઝના હક્કદાર છે.

શિક્ષણ સુધરે તો સરવાળે દેશનું અર્થતંત્ર આપોઆપ સુધરશે. એ સાદા સિદ્ધાંતનો કઈ રીતે પ્રેક્ટિકલ અમલ કરી શકાય એ અંગે આ ત્રણેયે સંશોધન કર્યું છે.

તેમણે ગરીબીના પ્રશ્નને એક પ્રશ્ન તરીકે જોવાને બદલે તેને અનેક પેટા વિભાગ (જેમ કે શિક્ષણ, આરોગ્ય)માં વહેંચી નાખી એક એક પ્રશ્નનો અલગ અલગ ઉકેલ મેળવવાની પદ્ધતિ વિકસાવી છે.

આ પદ્ધતિ છેલ્લા 20 વર્ષમાં અત્યંત સફળ રહી છે. ભારતમાં જ 1 લાખથી વધારે સ્કૂલમાં, 50 લાખથી વધારે બાળકોને આ મોડેલનો લાભ થયો છે. એટલે જ સ્વીડીશ એકેડમીએ પોતાની નોંધમાં લખ્યું છે કે આ ત્રણેયના સંશોધનથી ગરીબી સામે લડવાની વિશ્વની ક્ષમતા સુધરી છે. તેનો ભારત સહિત અનેક દેશોમાં વ્યાપકપણે અમલ પણ થઈ રહ્યો છે.

તેમની થિયરી પ્રમાણે સ્કૂલમાં બાળકોને ઉત્તમ શિક્ષણ મળે એવી સગવડ આપવામાં આવે તો જ એ બાળકો સ્કૂલનું શિક્ષણ પૂરૂં કરશે. એ બાળકો મોટા થઈને પશ્ચિમ બંગાળના અભિજિત દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ભણ્યા પછી અમેરિકા ગયા હતા. ત્યાં જ તેઓ અર્થશાસ્ત્રી તરીકે સ્થિર થયા છે. અત્યારે તેઓ એમઆઈટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે.

ફ્રેન્ચ મૂળના અર્થશાસ્ત્રી એસ્થર સાથે તેમણે લગ્ન કર્યા છે. બન્ને ગરીબી દૂર કરવાના અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો પર કામ કરે છે. માઈકલ ક્રેમરનું ઈકોનોમિક મોડેલ પણ એ પ્રકારનું જ હોવાથી તેમને નોબેલ માટે પસંદ કરાયા છે. 9.15 લાખ ડૉલરનું પ્રાઈઝ ત્રણેય વચ્ચે સમાન રીતે વહેંચાશે.

અભિજિત નોટબંધીના ટીકાકાર

મોદી સરકારે જ્યારે નોટબંધી લાગુ કરી ત્યારે તેના ટીકાકારોમાં અભિજિત પણ હતા. તેમણે એ વખતે કહ્યું હતુ કે નોટબંધી અત્યારે સારી લાગે છે, પરંતુ અમુક વર્ષ પછી ભારતને બહુ ભારે પડશે. અત્યારે ભારતનું આૃર્થતંત્ર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, તેના મૂળમાં નોટબંધી હોવાનું પણ તેમણે કહ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે કાળા નાણાને કાબુમાં લેવું હોય તો સરકારે શા માટે વધુ મૂલ્યની 2 હજારની નોટ બહાર પાડી હશે? એ રીતે સરકારે જ્યારે જીડીપીના માપદંડો બદલ્યાં ત્યારે પણ તેમણે એનડીએ સરકારની ટીકા કરી હતી. 

'83માં કોંગ્રેસ સરકારે જેલમાં ધકેલ્યા હતા

અભિજિત બેનર્જી દેશની બહુ ચર્ચિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. આ યુનિવર્સિટી આજકાલ ડાબેરી પ્રવૃત્તિ માટે કુખ્યાત થઈ છે. પરંતુ અભિજિત ભણતા ત્યારે પણ સરકારને જેએનયુમાં ચાલતી ચળવળ પસંદ ન હતી. અભિજિતે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે 1983માં અમે ભણતા હતા ત્યારે સરકારી નીતિનો વિરોધ કરવા બદલ અને યુનિવર્સિટીના વીસી સામે પડવા બદલ પોલીસ તેમને બધાને પકડી ગઈ હતી. તેમના પર હત્યાનો ગુનો દાખલ કરી તિહાર જેલમાં ધકેલી દેવાયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન તેમની ધોલાઈ પણ થઈ હતી. 

અન્ય નોબેલથી અલગ પડતું ઈકોનોમિક્સનું પ્રાઈઝ

નોબેલ પ્રાઈઝ આમ તો સ્વીડીશ રોયલ એકેડમી દ્વારા આપવામાં આવે છે. પરંતુ આૃર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ એ એકેડમી દ્વારા નહીં, સ્વીડનની સેન્ટ્રલ બેન્ક દ્વારા આપવામાં આવે છે. માટે તેનું સત્તાવાર નામ પણ 'ધ સેવર્જિસ રિક્સબેન્ક પ્રાઈઝ ઈન ઈકોનોમિક સાયન્સ ઈન મેમરી ઓફ આલ્ફ્રેડ નોબેલ' એવું છે. નોબેલ પ્રાઈઝની શરૂઆત 1901માં થઈ પરંતુ ઈકોનોમિક્સનું નોબેલ 50 વર્ષ પહેલા 1969માં શરૂ થયું હતું. આ ઈનામ માટેની રકમ બેન્ક આપે છે, પરંતુ તેને નોબેલ તરીકે જ ઓળખવામાં આવે છે. તેના મેડલ, સર્ટિફિકેટ વગેરમાં કશો ફરક નથી. 

કોંગ્રેસને ન્યાય સ્કીમમાં મદદ કરી હતી

કોંગ્રેસે 2019ની ચૂંટણી વખતે પોતાના ઢંઢેરામાં આિર્થક ઉન્નતિ માટે 'ન્યાય (ન્યુયનતમ આય યોજના)' સ્કીમ રજૂ કરી હતી. આ સ્કીમ તૈયાર કરવામાં અભિજિત બેનર્જીનો મહત્ત્વપૂર્ણ રોલ હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અભિજિતને અભિનંદન પાઠવ્યા હતા અને તેમાં પણ ન્યાય સ્કીમનો ઉલ્લેખ કર્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IR2KwP
via Latest Gujarati News

Post a Comment

0 Comments