શિવસેનાનો ફરી દાવો, અમારી સાથે 170 ધારાસભ્યો, સરકાર અમારી જ બનશે


નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2019, રવિવાર

મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે શિવસેનાએ નવેસરથી સરકાર બનાવવા માટે દાવો કર્યો છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે, અમારી પાસે 175 ધારાસભ્યોનુ સમર્થન છે.સાથે સાથે શિવસેના ભાજપ સાથે મુખ્યમંત્રી પદ માટે જ વાતચીત કરશે.

રાઉતે કહ્યુ હતુ કે, અત્યારે અમારી સાથે 170 ધારાસભ્યો છે અને આ આંકડો 175 પર જઈ શકે છે.સરકાર બનાવવા માટે કોઈ વાતચીત ભાજપ સાથે થઈ નથી.હવે વાત થશે તો સીએમ પદ માટે જ થશે.રાઉતે ટ્વિટર પર વસીમ બરેલવીનો એક શેર પણ ટાંક્યો હતો અને લખ્યુ હતુ કે,

ઉસુલો પર જહાં આંચ આયે, ટકરાના જરુરી હૈ, જો જિંદો હો તો ફિર જિંદા  નજર આના જરુરી હૈ...જય મહારાષ્ટ્ર

રાઉતનો ઈશારો એ વાત તરફ છે કે, શિવસેનાને કોંગ્રેસના 44, એનસીપીના 54 ધારાસભ્યોનુ સમર્થન મળે તેમજ અપક્ષો પણ શિવસેનાને સમર્થન આપે તો આંકડો 170 પર પહોંચી શકે છે. દરમિયાન મુંબઈમાં એનસીપીની પણ બેઠક યોજાઈ છે.જેમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે નિવેદન આપતા કહ્યુ હતુ કે, શિવસેના જો એવુ કહેતી હોય કે તેમનો મુખ્યમંત્રી બનશે તો તે શક્ય પણ છે.હાલમાં તો જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે કહ્યુ છે અને અમે તૈયાર છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qgdQoL
via Latest Gujarati News

Post a Comment

0 Comments