
નવી દિલ્હી, 14 નવેમ્બર 2019, ગુરુવાર
વર્તમાન સ્થિતિમાં દરેક દંપત્તિ એક જ સંતાનની ઈચ્છા રાખે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે પ્લાન વિના પણ ગર્ભ રહી જાય છે. આ સ્થિતિને ટાળવા માટે સ્ત્રીઓ ગર્ભનિરોધક દવાઓ લેતી હોય છે. જો કે આવી દવાઓ પણ ઘણીવાર અસરકારક સાબિત થતી નથી વળી દવાઓની આડઅસર પણ હોય છે. પરંતુ હવે આ રીતે થતાં ગર્ભધારણને અટકાવશે એક ખાસ બેન્ડેજ એટલે કે સામાન્ય એવી પટ્ટી.
આ બેન્ડેજની શોધ જોર્જિયાના વૈજ્ઞાનિકોએ કરી છે. તેનો પ્રયોગ સૌથી પહેલા ઉંદર પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં તે એકદમ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યા બાદ તેનું પરિક્ષણ મહિલાઓ પર પણ કરવામાં આવ્યું. તેમાં પણ વૈજ્ઞાનિકોને સકારાત્મક પરિણામ જોવા મળ્યા. વૈજ્ઞાનિકોએ એક એવું કોન્ટ્રાસેપ્ટિવ પૈચ તૈયાર કર્યું છે જે ગર્ભનિરોધક દવાઓ સમાન કામ કરે છે. આ પૈચ ત્વચા સાથે ચોંટી જાય છે અને ધીરે ધીરે 30 દિવસ સુધી મહિલાઓના રક્તમાં ગર્ભનિરોધક ડ્રગ છોડે છે.
આ બૈંડેજ નાની છે અને તે એક ડિવાઈસ છે. જેમાં નાની નાની સોઈ લગાવેલી છે, જે ત્વચા પર લાગે છે અને કોન્ટ્રાસેપ્ટિવ છોડવાનું શરૂ કરે છે. કેમિકલ અને બાયોમોલેક્યુલર ઈંજીનિયરિંગના પ્રોફેસર માર્ક સહિતના શોધકર્તાઓનું માનવું છે કે આ પૈચ મહિલાઓ માટે ગેમ ચૈંજર સાબિત થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rB2xrQ
via Latest Gujarati News
0 Comments