મુંબઈ, તા. 3. નવેમ્બર, 2019 રવિવાર
ભાજપ અને શિવસેના વચ્ચેનો ટકરાવ યથાવત છે.શિવસેના પોતાની માંગણીને લઈને મકકમ છે અને ફરી એક વખત શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ગંભીર આરોપો મુક્યા છે.
શિવસેનાએ કહ્યુ છે કે, મહારાષ્ટ્ર ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ છે.ભાજપને 105 બેઠકો મળી છે અને શિવસેના સાથે ના હોત તો આ બેઠકો 75 જ હતો.યુતિ હતી એટલે ગતિ મળી. કોને કેટલી બેઠકો મળી તે નહી પણ ચૂંટણી પહેલા શું કરાર થયો હતો તે વધારે મહત્વપૂર્ણ છે.
ફડનવીસ અગાઉ નક્કી થયુ હતુ તે પ્રમાણે શિવસેનાને અઢી વર્ષ માટે સીએમ પદ આપવા માટે તૈયાર નથી.તમામ હોદ્દાઓની સરખી વહેંચણી થશે તેવુ ઓન રેકોર્ડ બોલ્યા પછી પણ ફડનવીસ પલટી મારી રહ્યા છે.
શિવસેનાએ કહ્યુ છે કે, હવે તેઓ પોલીસ, સીબીઆઈ અને ઈડીની મદદથી સરકાર બનાવવા માટે કલા બતાવી રહ્યા છે.આ લોકશાહીનુ કયા પ્રકારનુ ઉદાહરણ છે.
ઈંદિરા ગાંધીની ઈમરજન્સીને કાળો દિવસ ગણાવનાર પાર્ટી હવે આવી કેમ થઈ ગઈ તે વાતથી હેરાની થાય છે પણ ભાજપ એ ભ્રમમાં ના રહે કે 2014ની જેમ શિવસેના તમામ શરતો માની લેશે,ઉધ્ધવ ઠાકરે પહેલા જ આ ભ્રમ તોડી ચુક્યા છે.હવે શિવસેના ઘુંટણીયે નહી પડે.
શિવસેનાએ આગળ કહ્યુ છે કે, શિવસેના વગર બહુમતી સાબીત થતી હોય તો સરકાર બનાવીને મુખ્યમંત્રી બની જાવ તેવો સંદેશ ઉધ્ધવ ઠાકરે આપી ચુક્યા છે.આજે ફડનવીસ સિવાય ભાજપમાં કોઈ દાવેદાર નથી તે પણ એક અજીબોગરીબ સંયોગ છે.ગોપીનાથ મુંડે આજે હોત તો મહારાષ્ટ્રનુ દ્રસ્ય અલગ હોત.મુંડે સીએમ હોત તો ભાજપ અને શિવસેના વચ્ચે કડવાશ પણ ના હોત.
મુંડનુ નિધન થયા બાદ એકનાથ ખડસેને તો પહેલા જ હાશિયા પર મુકી દેવાયા છે.ખડસેની પુત્રીને પણ હરાવી દીધી છે , વિનોદ તાવડેને ઘરે બેસાડી દેવાયા છે અને પંકજા મુંડે પણ હારી ગયા છે.દેવેન્દ્ર ફડનવીસ એ પછી પણ સરકાર બનાવી શક્યા નથી અને એક એક અપક્ષ ભેગા કરી રહ્યા છે.તેનાથી 145ની બહુમતી મળવાની નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33bhGhn
via Latest Gujarati News
0 Comments