કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો


ઈસ્લામાબાદ, તા. 14 નવેમ્બર, 2019, ગુરૂવાર

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસે કુલભૂષણ જાધવના કેસને નવેસરથી તટસૃથ રીતે ચલાવવાનો આદેશ કર્યો તે પછી પણ પાકિસ્તાને અસલી રંગ બતાવ્યો છે. પાકિસ્તાને કહ્યું હતું કે કુલભૂષણને સજા તો પાકિસ્તાનના કાયદા પ્રમાણે જ થશે.

પાકિસ્તાન સૈન્યના અિધકારીઓએ કુલભૂષણ જાધવ બાબતે નિવેદન આપ્યું હતું કે કુલભૂષણને કાયદાની કઈ જોગવાઈ મુજબ સજા થઈ શકે તેમ છે તે અંગે વિચાર ચાલી રહ્યો છે. એના પછી તુરંત જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કુલભૂષણ જાધવ બાબતે ભારત સાથે કોઈ જ સમજૂતી થઈ નથી અને તેને સજા પાકિસ્તાનના કાયદા પ્રમાણે જ થશે.

ભારતના પૂર્વ નૌસેના અિધકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનને નકલી જાસૂસી આરોપમાં 2017માં ફાંસીની સજા ફટકારી હતી. તે પછી કુલભૂષણ મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના દ્વાર ખટખટાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને લપડાક મારતા કહ્યું હતું કે કુલભૂષણનો કેસ નવેસરથી ચલાવવામાં આવે અને તે પણ નિષ્પક્ષ રીતે તેમ જ આંતરરાષ્ટ્રીય કાયદાને ધ્યાનમાં રાખીને. આંતરરાષ્ટ્રીય કોર્ટે તો કુલભૂષણને સલાહકાર આપવાનો પણ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો.

જોકે, આંતરરાષ્ટ્રીય કોર્ટના તમામ માપદંડો પછી પણ હવે પાકિસ્તાને અસલી રંગ બતાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે કુલભૂષણ જાધવ મુદ્દે ભારત સાથે કોઈ જ ડીલ થઈ નથી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના સૂચન પછી પણ કુલભૂષણને સજા તો પાકિસ્તાનના કાયદા પ્રમાણે જ થશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/350iqqi
via Latest Gujarati News

Post a Comment

0 Comments