
વકીલ- કેદીની મુલાકાતમાં પોલીસ વિલન બનતાં મામલો બિચક્યો- પાર્કિંગ મુદ્દે વિવાદના પણ અહેવાલો
વકીલોએ કોર્ટની બહાર ધરણાં શરૂ કર્યા, ગોળીબાર કરનાર પોલીસની ધરપકડની માગ
નવી દિલ્હી, તા. 2 નવેમ્બર, 2019, શનિવાર
દિલ્હીના તિસ હઝારી કોર્ટના પ્રાંગણમાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેને પગલે અનેક પોલીસ અને વકીલો સામસામે કરેલા હુમલામાં ઘવાયા હતા. એવા દાવા થઇ રહ્યા છે કે વકીલોએ એક થઇને અનેક પોલીસ અિધકારીઓને માર માર્યો હતો સાથે જ અનેક ગાડીઓને પણ સળગાવી દીધી હતી.
એવા અહેવાલો છે કે પોલીસે ગોળીબાર પણ કર્યો હતો. પોલીસના ગોળીબાર બાદ વકીલો ભડક્યા હતા અને બાદમાં પોલીસ પર હુમલા કરી દીધા હતા. એટલુ જ નહીં ગુસ્સે ભરાયેલા વકીલોએ પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી અને કેટલાકને સળગાવી દીધી હતી. કેટલાક અિધકારીઓને માર પણ માર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે પણ વકીલો પર લાઠીચાર્ડ કર્યો હતો, સામસામે થયેલા આ ઘર્ષણમાં અનેક વકીલ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અહીંની સેંટ સ્ટીફન હોસ્પિટલમાં વકીલોની સારવાર ચાલી રહી છે. જોકે આ તકરારનું મુખ્ય કારણ શું હતું તેને લઇને કઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
દરમિયાન એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે પહેલા પોલીસ દ્વારા થર્ડ બટાલિયનના પોલીસ વાળાઓએ વકીલો પર હુમલો કર્યો હતો. બાદમાં વકીલો સાથે ઘર્ષણ થયું, અને અંતે પોલીસે ગોળીબાર કરતા વકીલો ભડક્યા હતા અને પછી પોલીસ સાથે ઘર્ષણ થઇ ગયું હતું અને સામસામે મારામારી થઇ હતી.
હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે પણ વ્યક્તિઓ આ ઘર્ષણ માટે જવાબદાર હશે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી સૃથાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.
કોર્ટ પરિસરમાં બહુ જ મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા, જેને પગલે આસપાસ ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. આ ઘર્ષણમાં પોલીસ દ્વારા જે ગોળીબાર કરવામાં આવ્યો તેમાં એક સુરેંદ્ર વર્મા નામના વકીલને ગોળી વાગી છે.
એવા અહેવાલો છે કે પોલીસે વકીલોને લોકઅપ સુધી જતા રોક્યા હતા. જે બાદ જ સમગ્ર મામલો બિચક્યો હતો. એક તરફ વકીલ અને બીજી તરફ પોલીસ આવવા લાગી, આ દરમિયાન પોલીસે વકીલ પર ગોળીબાર કરી દીધો જેમાં તે ઘાયલ થઇ ગયા. સમગ્ર મામલો ઉગ્ર બની જતા વકીલોએ બાદમાં કોર્ટમાં પોલીસની કારને જ સળગાવી દીધી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2C4aQ1q
via Latest Gujarati News
0 Comments