Children's Day 2019 અને નહેરુ જયંતીને ગૂગલએ ઉજવી સુંદર અંદાજમાં


નવી દિલ્હી, 14 નવેમ્બર 2019, ગુરુવાર

દેશભરમાં આજે બાળ દિવસ તરીકે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે ગૂગલએ સુંદર રીત ડૂડલ બનાવ્યું છે. જો કે ગૂગલ દરેક ખાસ દિવસની ઉજવણી તેને અનુરૂપ ડૂડલ બનાવી કરે છે. બાળ દિવસના અવસરે ગૂગલએ રંગબેરંગી ડૂડલ બનાવ્યું છે જેમાં મનની કલ્પનાઓનું સંયોજન કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 14 નવેમ્બરએ બાળકોના પ્રિય ચાચા નહેરુનો જન્મદિવસ ઉજવાય છે. તેને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. 

ગૂગલ ડૂડલની વાત કરીએ તો ગૂગલ દર વર્ષે  Doodle 4 Google નામની સ્પર્ધાનું આયોજન કરે છે અને આ વર્ષે તેની થીમ હતી, 'When I grow up, I hope..'. જેમાં બાળકોએ ભાગ લીધો અને તેમની બનાવેલી પેટિંગમાંથી એકને પસંદ કરી ડૂડલ બનાવાયું છે.  આ ડૂડલની પેટિંગ ગુરુગ્રામની 7 વર્ષની દિવ્યાંશી સિંઘલએ બનાવી છે. જેની થીમ વોકિંગ ટ્રી છે. આ પેટિંગની મદદથી દિવ્યાંશીએ આગામી પેઢી માટે જંગલ બચાવવાનો સંદેશ આપ્યો છે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/353THl5
via Latest Gujarati News

Post a Comment

0 Comments