Apple TV, Apple TV+ અને Apple TV 4Kમાંથી કયું છે યૂઝર્સ માટે બેસ્ટ જાણો


નવી દિલ્હી, 14 નવેમ્બર 2019, ગુરુવાર

અમેરિકી ટેક કંપની એપલએ તાજેતરમાં જ Apple TV+ સર્વિસ શરૂ કરી છે. આ એક સબ્સક્રિપ્શન સર્વિસ છે જેમાં યૂઝર્સ 99 રૂપિયાના માસિક દરે Apple TV+ને સબ્સક્રાઈબ કરી શકે છે. તાજેતરમાં જ કંપનીએ કહ્યું છે કે હવે Apple TV+નો સપોર્ટ એમેઝોન ફાયર ટીવીમાં પણ આપવામાં આવ્યો છે. જો યૂઝર નવો આઈફોન ખરીદે છે તો તેમને Apple TV+નું એક વર્ષનું સબ્સક્રિપ્શન ફ્રી મળી શકે છે. 

Apple TV+, Apple TV અને Apple TV 4K ત્રણેય અલગ અલગ છે. તેમ છતાં જાણકારીના અભાવના કારણે લોકો કન્ફ્યૂઝ થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ આ ત્રણેય વચ્ચે શું તફાવત છે. તેમાંથી કયા યૂઝર્સ માટે શું બેસ્ટ છે. 

Apple TV+

એપલએ આ સર્વિસ તાજેતરમાં લોન્ચ કરી છે. લોન્ચ સાથે જ કંપનીએ તેના પર કેટલાક ઓરિજનલ શો અને સીરીઝનું એલાન પણ કર્યું છે. તેના માટે કંપનીએ હોલિવૂડ સ્ટાર્સ અને ડિરેક્ટરો સાથે પાર્ટનરશિપ કરી છે. તેમાં હોલિવૂડના લેજન્ડરી ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગનો પણ સમાવેશ થાય છે. Apple TV+ અંતર્ગત કંપની ઓરિજીનલ કંન્ટેટ તૈયાર કરે છે. જે માત્ર Apple TV+ પર જ જોવા મશે. હાલ તેમાં મોર્નિંગ શો સી, ડિસીન્સન જેવા શો જોવા મળે છે. તેને એપલ ટીવીથી એક્સેસ કરી શકાય છે. એપલ ટીવી એપ ફ્રી છે અને તેને આઈફોન અને આઈપોડમાં ડાઉનલોડ કરી શકાય છે. એમેઝોન ફાયરસ્ટિક યૂઝર્સ તેને ફ્રી ડાઉનલોડ કરી શકે છે. 

Apple TV 4K

Apple TV 4K એક હાર્ડવેર છે અને તે Apple tvOS પર ચાલે છે. તમે એલઈડી ટીવી સાથે તેને કનેક્ટ કરી શકો છો. Apple tv 4k સાથે એક રિમોટ પણ આપવામાં આવે છે. Apple TV 4K એક સ્ટ્રીમબોક્સ છે. Apple TV 4K સાથે તમે નેટફ્લિક્સ, એચબીઓ અને હુલુને એક જ જગ્યાએ જોઈ શકો છો. તેમાં સિરીનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. સિરીને કમાન્ડ આપી તમે ટીવી ઓપરેટ કરી શકો છો. તેમાં તમે નેટફ્લિક્સ, હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ પણ જોઈ શકો છે. અહીં તમાં 4કે એચડીઆરમાં વીડિયો સ્ટ્રીમિંગનો વિકલ્પ પણ મળે છે. તેમાં મલ્ટી યૂઝર સપોર્ટ આપવામાં આવ્યો છે. 

Apple TV App

Apple TV App છે જ્યાં Apple TV+ સર્વિસ મળશે. તેના પર હજારો ફિલ્મોનો ભંડાર છે અને અહીં તેને તમે રેન્ટ પર લઈ શકો છો કે ખરીદી શકો છો. તેને આઈફોન કે આઈપેડ પર ફ્રી ડાઉનલોડ કરી શકો છો. Apple TV+નું સબ્સક્રિપ્શન કંપનીએ સસ્તું રાખ્યું છે. તેને તમે ટીવી સહિત પોતાના આઈફોન, આઈમેક અને આઈપેડ પર જોઈ શકો છે. એપલ ટીવી એપ વડે યૂઝર ફિલ્મ રેંટ પર લઈ શકે છે. એપલ ટીવી 4કેની કીમત અંદાજે 17,000 રૂપિયા છે.


 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33NAyDw
via Latest Gujarati News

Post a Comment

0 Comments