ઇન્દોરમાં ૪૫ ફૂટ લાંબુ બેટ શા માટે સ્થાપવામાં આવ્યું છે ?


ઇન્દોર,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી ટવેન્ટીની સીરીઝ પુરી થયા પછી હવે ટેસ્ટ મુકાબલો શરુ થઇ રહયો છે. પ્રથમ ટેસ્ટ મેચ મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે.ભારતીયોનો ક્રિકેટ પ્રેમ દાયકાઓથી જાણીતો છે.અંગ્રેજોના જમાનામાં રાજવીઓ પણ ક્રિકેટ રમતા હતા.ભારતમાં ક્રિકેટની રમતનો ડંકો વાગે છે ત્યારે ક્રિકેટની રોમાંચક ક્ષણોને ક્રિકેટપ્રેમીઓ અચૂક યાદ કરે છે. દરેક પેઢી પાસે ક્રિકેટના ખેલાડીઓ અને તેમની સાથે જોડાયેલી યાદો છે.

 ૧૯૭૧માં પહેલીવાર ઇગ્લેન્ડની ટીમને ઇગ્લેન્ડમાં જ પરાજય આપીને ટેસ્ટ મેચ જીતી હતી.તે ક્ષણોને જુની પેઢીના ક્રિકેટ રસિયાઓ આજે પણ યાદ છે. ટીમ ઇન્ડિયાની જીત થતા આખા દેશમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો. આ સમયે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ઝુ પાસેના નવલખામાં ૨૫ ફૂટ ઉંચા એક બેટને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બેટ પર બધા જ ખેલાડીઓના નામ અને હસ્તાક્ષરની સાથે ભારતની ટીમ સતત જીતતી રહે તેવી શુભેચ્છા લખવામાં આવી હતી.


આ બેટની સ્થાપના સમયે ક્રિકેટર અજીત વાડેકર હાજર હતા. બન્યું એવું કે ૨૦૦૯માં નવલખા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરના લીધે આ વીજયી બેટને ખસેડવાની ફરજ પડી હતી. આ બેટના સ્થાને નેહરુ સ્ટેડિયમમાં ૪૫ ફૂટ લાંબા બેટને સ્થાપવામાં આવ્યું હતું.૪૫ ફૂટનું આ અનોખું બેટ ભારતીય ટીમ સતત જીતતી રહે અને આગળ વધતી રહે તેના પ્રતિક સમાન છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pfESfO
via Latest Gujarati News

Post a Comment

0 Comments