
યંદ્રયાન-2ના ટેરિન મેપિંગ કેમેરાએ ચંદ્રની સપાટીની એક ૩ ડી તસ્વીર મોકલી છે. આ ઇમેજ ચંદ્રની અંદાજે ૧૦૦ કિલોમીટર ઓર્બિટથી લેવામાં આવી છે. આ તસ્વીરમાં ચંદ્ર પર જોવા મળતા વિશાળ ખાડા અને લાવા ટયૂબ જોવા મળે છે. સંશોધકોનું માનવું છે કે ભવિષ્યમાં આ જ સ્થળે માનવ જીવન સંભવ હોવાનું માનવામાં આવે છે. યંદ્રયાન-૨ નો હેતું ચંદ્ર પરની અજાણી વિગતો જાણવાનો તથા તેના પર સંશોધનનો હતો જે હવે સાર્થક થઇ રહયો છે.

૨૨ જુલાઇ ૨૦૧૯ના રોજ શ્રી હરિકોટા રેન્જથી ઇસરોએ ચંદ્રયાન -૨ શરુ કર્યુ હતું. આ અભિયાન અંર્તગત ઇસરોને લેન્ડર વિક્રમને ઉતારવામાં નિષ્ફળતા મળી હતી. છેલ્લી ઘડીએ વિક્રમ પરનું નિયંત્રણ છુટી જતા તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. ચંદ્વયાન ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતું હોવાથી ચંદ્રયાન -૨ મિશન ૯૬ ટકા જેટલું સફળ રહયું હતું. ચંદ્રની ભ્રમણકક્ષામાં યાનને સેટ કરવું એ ખૂબજ જટિલ અને જોખમી પ્રક્રિયા હતી જેને પાર કરવામાં ઇસરોને સફળતા મળી હતી. ૨૦ ઓગસ્ટના રોજ ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડીને ચંદ્રમાંની કક્ષામાં સ્થાપિત થયું હતું.
અગાઉ ચંદ્રયાને-૨ ચંદ્રની પહેલી તસ્વીર કેપ્ચર કરી હતી જે સ્પેસ એજન્સી ઇસરોએ ગત ઓગસ્ટ ંમહિનામાં શેર કરી હતી.જે ચંદ્રમાંની સપાટીથી લગભગ ૨૬૫૦ કિમીની ઉંચાઇ પરથી ખેંચવામાં આવી હતી. જેમાં ચંદ્રની મહત્વની ગણાતા સ્થળ એપોલો ક્રેટર અને મેયર ઓરિએન્ટેલ દર્શાવવામાં આવ્યા હતા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pfurc8
via Latest Gujarati News
0 Comments