અમેરિકન સિંગર-સોંગ રાઈટર કેટ્ટી પેરીના માનમાં કરણ જોહરને ઘેર પાર્ટી


મુંબઈ,તા.13 નવેમ્બર 2019, બુધવાર

કરણ જોહર મહેમાનગતિ માટે જાણીતો છે.એની પાર્ટીઓના ફોટા ઈન્ટરનેટ પર અવારનવાર વાઈરલ થતા હોય છે. બોલીવૂડના મહત્ત્વના અને મોટા માથાઓ કરણની પાર્ટીઓમાં હાજરી  આપવાનું ચૂકતા નથી. હવે હોલીવૂડની હસ્તી ભારતમાં આવવાની છે અને એના માનમાં કરણે પોતાના ઘેર  ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે.

હોલીવૂડની સિંગર સોંગ રાઈટર કેટ્ટી પેરી મુંબઈના એક શોમાં પરફોર્મ કરવા આવવાની છે. રણબીર સિંઘ, વરૂણ ઘવન, આલિયા ભટ્ટ, દિપીકા પદુકોણ ઈત્યાદિ ચહેરાઓ પાર્ટીમાં હાજર રહેશે.

અગાઉ ઈન્ટરનેશનલ સુપર-સ્ટાર માટે શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન પાર્ટીની યજમાની કરી ચૂક્યા છે. 

કેટ્ટી પેરીની મુંબઈની પહેલી કન્સર્ટ છે. અગાઉ એ અલપઝલપ મુંબઈ આવી ચૂકી છે પણ કન્સર્ટ નથી કરી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/371uGZr
via Latest Gujarati News

Post a Comment

0 Comments