સાત વરસ પછી કરીના કપૂર નોન ગ્લેમરસ પોશાકમાં નજરે ચઢશે


મુંબઈ, તા.13 નવેમ્બર 2019, બુધવાર

કરીના કપૂર ખાન અંગત તેમજ વ્યવસાયિક જીવનમાં ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. ફેશનેબલ વસ્ત્રો એના પર દીપી પણ ઉઠે છે. પરંતુએની આગામી ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢામાં એ અત્યંત સાદગીભર્યા પોશાકમાં નજરે ચઢશે. જોકે આ પહેલી ઘટના નહીં હોય જેમાં એ સિમ્પલુકમાં નજરે ચઢી હોય.

સાત વરસ અગાઉ રિલીઝ થયેલી ગોરી તેરે પ્યાર મૈંમાં પણ એણે સાદી અને સરળ યુવતીનું પાત્ર ભજવ્યું હતું.૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મનો હીરો ઈમરાન ખાન હતો.

લાલ સિંઘ ચઢ્ઢાના મોટાભાગના દ્રશ્યોમાં કરીના સિમ્પલ સલવાર કમીઝમાં નજરે ચઢશે. ફિલ્મમાં એનો હીરો આમિર ખાન છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KeSNtZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments