
મુંબઈ, તા.13 નવેમ્બર 2019, બુધવાર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું થવાના આરે છે. શૂટિંગની શરૂઆતથી બન્નેની પ્રેમકહાનીની ચર્ચાઓ ચાલે છે. બન્નેએ લોસ એન્જિલસમાં સાથે વેકેશન માણ્યું હતું. તો રિશી કપૂરની ન્યુયોર્કમાં સારવાર ચાલતી હતી ત્યારે પણ બન્નેની માદક અને મનોમોહક તસવીરો વાઈરલ થઈ હતી.
રણબીરની માતા નીતુ કપૂર, ભાણી સમાઈરા અને આન્ટી રિમા જૈન સાથે આલિયાની તસવીરોમાં પરિવાર સાથેની નિકટતા છતી થતી હતી.
ગલી બોયની આ અભિનેત્રીની ફેન કલબે બન્ને વચ્ચેની નિકટતાની ગવાહી પૂરતી વધુ એક તસવીર વાઈરલ કરી છે. હવે બધાને ઈન્તેઝારી લગ્નની તારીખની છે. રિશી કપૂર સારવાર કરાવીને, સાજો થઈને ઘેર પરત ફર્યો છે. શક્ય છે કે બ્રહ્માસ્ત્રનું છેલ્લા અને નિર્ણાયક તબક્કાનું શૂટિંગ પૂરું કર્યા પછી આ અંગે વિચાર થાય.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CIsl7K
via Latest Gujarati News
0 Comments