ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો વધીને ૪.૬૨ ટકા ઃ ૧૬ મહિનાની ટોચે



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩

ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો વાૃધીને ૪.૬૨ ટકા ાૃથયો છે જે છેલ્લા ૧૬ મહિનાનો સૌાૃથી વધુ છે. ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વાૃધવાના કારણે ઓક્ટોબરમાં ફુગાવો વધ્યો છે. ફુગાવો વાૃધવાને કારણે આરબીઆઇ દ્વારા આગામી મહિને ાૃથનારી નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દરમાં ઘટાડો ાૃથવાની શક્યતા ખૂબ જ ઓછી છે. 

ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આાૃધારિત રિટેલ ફુગાવો સપ્ટેમ્બર,૨૦૧૯માં ૩.૯૯ ટકા હતો અને જ્યારે ઓક્ટોબર, ૨૦૧૮માં આ ફુગાવો ૩.૩૮ ટકા હતો.

આ અગાઉ જૂન, ૨૦૧૮માં રિટેલ ફુગાવો ૪.૯૨ ટકા નોંાૃધવામાં આવ્યોે હતો. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લેમેન્ટેશન મંત્રાલયની સેન્ટ્રલ સ્ટટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર, ૨૦૧૯માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વાૃધીને ૭.૮૯ ટકા રહ્યો છે. જે સપ્ટેમ્બર  મહિનામાં ૫.૧૧ ટકા હતો. 

ઓક્ટોબર, ૨૦૧૯માં શાકભાજીના ભાવમાં ૨૬.૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બરમાં શાકભાજીના ભાવમાં ૫.૪૦ ટકનો વાૃધારો ાૃથયો હતો. સપ્ટેમ્બરની સરખામણીમાં ફળોના ભાવમાં ૦.૮૩ ટકાનો વાૃધારો ાૃથયો હતો જે ઓક્ટોબરમાં વાૃધીને ૪.૦૮ ટકા ાૃથયો છે. 

અન્ય ખાદ્યાન્ન વસ્તુઓની વાત કરીએ તો ઓક્ટોબર, ૨૦૧૯માં અનાજના ભાવમાં ૨.૧૬ ટકા, માંસ અને માછલીના ભાવમાં ૯.૭૫ ટકા અને ઇંડાના ભાવમાં ૬.૨૬ ટકાનો વાૃધારો ાૃથયો છે. દાળોના ભાવમાં પણ ૧૧.૭૨ ટકાનો વાૃધારો ાૃથયો છે. 

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરનો ફુગાવો આરબીઆઇના ચાર ટકાના લક્ષ્યાંકાૃથી વાૃધારે હોવાાૃથી આગામી મહિને આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો કરે તેની ખૂબ જ ઓછી શક્યતા રહેલી છે. 

જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબરમાં ફુગાવો ચાર ટકાાૃથી વાૃધારે રહ્યું હોવા છતાં વિકાસને વેગ આપવા આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શક્યતા છે. ે



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Kk8IXY
via Latest Gujarati News

Post a Comment

0 Comments