કાશ્મીરમાં 370 નાબૂદીને 100 દિવસ, આતંકીઓએ જાહેરમાં વ્યાપારીની હત્યા કરી


શ્રીનગર, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી તેને બુધવારે 100 દિવસ પુરા થઇ ગયા હતા, જેને પગલે રાજ્યમાં અનેક સૃથળે સિૃથતિ થોડી તંગદીલ હતી. આ ઉપરાંત આતંકીઓ દ્વારા હજુ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાલમાં આતંકીઓએ એક દુકાનદારની હત્યા કરી હતી, જેને પગલે વ્યાપારીઓ અને ખેડૂતોમાં પણ આતંકીઓને લઇને ભયનો માહોલ હજુ પણ છે.  

પોલીસના જણાવ્યા અનુસાર આતંકીઓએ દુકાનદારની હત્યા કરી લોકો પર ગોળીઓ ચલાવી હતી અને બાદમાં નાસી ગયા હતા, આ હત્યાથી આતંકીઓ કાશ્મીરીઓમાં ભય ફેલાવવા માગે છે. આ પહેલા પણ શ્રીનગરમાં વ્યાપારીની હત્યા કરી હતી અને ગ્રેનેડ હુમલા જારી રાખ્યા છે.

બીજી તરફ પાકિસ્તાન દ્વારા પણ સરહદે ગોળીબાર જારી છે, પૂંચ બાદ હવે રાજોરીમાં પણ પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કર્યો હતો. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાની સૈન્યએ રાજોરી જિલ્લામાં સવારે સાજ કલાકે ગોળીબાર કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દ્વારા આક્રામક જવાબ આપવામાં આવ્યો હતો. 

બીજી તરફ ત્રાલમાં મેહરાજ ઉદ દીન નામના વ્યાપારીની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી, જેને પગલે હવે રાજ્યમાં અન્ય વ્યાપારીઓમાં રોષ વધી રહ્યો છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવવામાં આવી તેને 100 દિવસ થઇ ગયા છે, શ્રીનગર સહીત કેટલાક શહેરોમાં હજુ પણ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામા આવી છે.

આતંકીઓ દ્વારા હુમલા જારી છે જેને પગલે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે તેમ સૃથાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.  હાલ ઘાટીમાં લેન્ડલાઇન અને પોસ્ટપેઇડ સેવા ચાલુ કરી દેવામાં આવી છે જોકે પ્રીપેઇડ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને હજુ પણ બંધ રાખવામાં આવી હતી.

સૃથાનિક પ્રશાસનનો દાવો છે કે આતંકીઓ ઇન્ટરનેટનો દુરૂપયોગ કરી શકે છે માટે હજુ પણ ઇન્ટરનેટ સેવાને બંધ રાખવી પડી છે. બીજી તરફ 100 દિવસ વીતી ગયા હોવાથી હવે સૃથાનિકો દ્વારા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા જેવા પ્રતિબંધો હટાવવાની માગણી કરવામાં આવી રહી છે. 

જમ્મુ કાશ્મીરમાં એક તરફ આતંકીઓ ફરી સક્રીય થઇ ગયા છે ત્યારે બીજી તરફ સરહદે પણ પાકિસ્તાન દ્વારા ગોળીબાર જારી છે. રાજોરીમાં જે વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો ત્યાં ભારતીય સૈન્યને આક્રામક જવાબ આપવાનો આદેશ અપાયો છે. જ્યારે ત્રાલમાં આતંકીઓ હુમલો કરી નાસી છુટયા હોવાથી તેની શોધખોળ જારી છે. જોકે હજુસુધી હુમલાખોર આતંકીઓ ઝડપાયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KkVyd6
via Latest Gujarati News

Post a Comment

0 Comments