બેંગકોક, તા. 3. નવેમ્બર, 2019 રવિવાર
ત્રણ દિવસના થાઈલેન્ડ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી પીએમ મોદીએ આજે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આર્થિક મોરચા પર પોતાની સરકારે મેળવેલી સફળતાઓની જાણકારી આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધી ગરીબો પર જે પણ પૈસા ખરચવામાં આવતા હતા તે ગરીબો સુધી પહોંચતા નહોતા પણ હવે અમારી સરકારે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર શરુ કરતા પૈસા ગરીબો સુધી પહોંચી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતને 286 બિલિયન ડોલરનુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મળ્યુ છે.જે છેલ્લા 20 વર્ષના રોકાણ બરાબર છે.ભારતના અર્થતંત્રને રોકાણ માટે અનુકુળ બનાવાઈ રહ્યુ છે.રોકાણ કરવા અને બિઝનેસ કરવા માટે તમે ભારત આવો, ભારત તમારી રાહ જુએ છે.
થાઈલેન્ડ અને ભારતના સબંધોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, થાઈલેન્ડના પશ્ચિમ કિનારાના બંદરો અને ભારતને પૂર્વીય કિનારાના બંદરો વચ્ચે સીધી કનેક્ટિવિટીના કારણે બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી વધશે.ભારત અને થાઈલેન્ડ વચ્ચે બહુ મજબૂત સાંસ્કૃતિક સબંધ છે.હું પુરેપુરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે ,ભારતમાં આવવા માટેનો આ સૌથી સારો સમય છે.
તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાબંધ ક્ષેત્રમાં ભારતે સફળતાની નવા અધ્યાય જોયા છે.આનુ કારણ માત્ર સરકાર નથી.ભારતે હવે એક નોકરશાહીની જેમ કામ કરવાનુ બંધ કરી દીધુ છે.અહીંયા આકરી મહેનત કરનારા લોકોનુ યોગદાન વધી રહ્યુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NBiUvV
via Latest Gujarati News
0 Comments