નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના પક્ષ જનતા દળ યુને રોકડો એક ટકોય મત મળ્યા નહીં. આ વખતે એનડીએનાં તમામ ઘટકો ભાજપ, જેવીએમ, એલજેપી અને આજસૂ, જેડીયુ વગેરેએ સંગઠિત ન રહેતાં અલગ અલગ રીતે ચૂંટણી લડવાનો કરેલો નિર્ણય તેમને ખૂબ મોંઘો પડ્યો એમ કહી શકાય.
ભાજપ પોતે તો ભૂંડે હાલ હાર્યો, એનાં બીજાં ઘટક પક્ષોએ પણ નાદારી નોંધાવી. ખાસ કરીને ઝારખંડમાં પહેલીજ વાર નસીબ અજમાવી રહેલા નીતિશ કુમારનો પહેલે જ પ્રયાસે ધબડકો થઇ ગયો. એમના પક્ષને એક ટકો જેટલા પણ મતો ઝારખંડમાં મળ્યા નથી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
નીતિશ કુમાર માટે આ આઘાત જેવો તેવો નથી. એમની સમગ્ર કારકિર્દીમાં આટલી હદે ઘોર પરાજય કદી થયો નથી. એમનો પક્ષ 81માંથી 45 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો પરંતુ એમને રોકડા દસ હજાર એકસોવીસ મતો મળ્યા હતા એટલે કે પોઇન્ટ 73 ટકા મતો એમના પક્ષને મળ્યા. એમના મોટા ભાગના ઉમેદવારોએ તો ડિપોઝિટ પણ ગુમાવી હતી.
ઝારખંડની મઝગાંવ બેઠક પરથી તો જેડીયુના ઝારખંડ એકમના અધ્યક્ષ મુર્મુ પોતે લડ્યા હતા. એ પણ હારી ગયા હતા અને પરિણામો પર નજર કરતાં એમનો ક્રમ બારમો હતો. એટલા પરથી સમજી શકાશે કે એમને પણ કેટલા ઓછા મતો મળ્યા હશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZjI5se
via Latest Gujarati News
0 Comments